ત્રિપલ અકસ્માત:સિદ્ધપુરના ચાર રસ્તા પર બે ટ્રકો અને આયશર વચ્ચે અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં ત્રણેય વાહનોને મોટુ નુકસાન થયું

સિદ્ધપુર ખળી ચાર રસ્તા રોનક હોટલ પાસે બે મોટી ટ્રકો અને એક આયશર વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં ત્રણેય ટ્રકોને નુકસાન થયું હતું. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

સિદ્ધપુર હાઇવે ઉપર હાલમાં છ માર્ગીય રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાથી ખળી ચારરસ્તા પાસેના બન્ને તરફના રોડ બનાવતા ટ્રાફિક વન વે કરવામાં આવ્યો છે. ત્યારે સોમવારે લગભગ સાડા ત્રણ ચાર વાગ્યાના આસપાસ ખળી ચાર રસ્તા હોટલ રોનક પાસે બે મોટી ટ્રકો અને એક આયશર ટ્રકનો ત્રિપલ અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં સદનસીબે કોઈને ગંભીર ઈજાઓ કે જાનહાનિ થઈ નહતી, પણ ત્રણે ટ્રકોને નુકસાન થયું છે. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને રસ્તો ખુલ્લો કરાવી ટ્રાફીક રાબેતા મુજબ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...