કાળ ભરખી ગયો:રાધનપુર મહેસાણા હાઇવે પર ટ્રક અને આઇસરે વચ્ચે અકસ્માત, બે ના ઘટન સ્થળે મોત, બે ઘાયલ

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાધનપુર મહેસાણા હાઇવે ગોચનાદ પાટિયા નજીક ટ્રક ને આઇસરે ટક્કર મારતા બે ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.અકસ્માતમાં બે ગંભીર રીતે ઘયાલ થતા વધુ સારવાર માટે અમદાવાદ સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ મરણ જનાર સમી તાલુકાના ગાજદીનપુરા ગામના હોવાની વિગતો જાણવા મળ્યું છે. જ્યારે આઇસર રાધનપુરનું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માત થતા રોડ પર ટ્રાફિક જામ થયો હતો. બનાવની જાણ પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે દોડી કાર્યવાહી હાથ ધરી હતી.અને મૃતકોની લાશ ને પી એમ માટે ખસેડવામાં આવ્યા હતા

મૃતક

  • ઠાકોર લધાભાઇ
  • મુળજી ઠાકોર

ઇજાગ્રસ્ત

  • રાવળ વાલજી ભાઈ
  • જયંતિભાઈ ઠાકોર
અન્ય સમાચારો પણ છે...