અકસ્માત:પાટણના ટેલીફોન એક્સચેન્જ રોડ રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત, બે ઇજાગ્રસ્ત

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બન્ને વાહન ચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતાં સારવાર અર્થે ખસેડાયા

પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પુરઝડપે અને ગફલતભરી રીતે પસાર થતા વાહનચાલકો દ્વારા અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સજૉતા હોય છે. ત્યારે શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પરનાં ચાર રસ્તા નજીક ઓટો રિક્ષા અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રિક્ષા ચાલક અને બાઈક ચાલક બન્ને ગંભીર ઈજાઓ પહોંચતા બન્ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બાબતે મળતી હકીકત મુજબ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડથી લીલીવાડી તરફ જવાના માર્ગ પર પડેલ ખાડાને કારણે સામેથી આવી રહેલ ઓટો રિક્ષા ચાલકે પોતાની રિક્ષા રોડ પરના ખાડામાં પટકાઈ નહીં તે માટે રોગ સાઈડમાં પોતાની રિક્ષા હંકારી હતી. જેથી સામેથી આવી રહેલ બાઈક ચાલક ઓટો રિક્ષા સાથે ધડાકાભેર અથડાતા બન્ને ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આજુબાજુના લોકોએ દોડી આવી બન્ને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ટેલીફોન એક્સચેન્જ રોડ પરનાં ચાર રસ્તા નજીક ઓટો રિક્ષા અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બન્ને વાહનોને ભારે નુક્સાન થવા પામ્યું હતું. જોકે, આ અકસ્માતની બન્ને પૈકી એક પણ વાહન ચાલક દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ હોવાનું જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...