માર્ગ અકસ્માત:ચાણસ્મા-હારીજ હાઇવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇક ચાલકને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે વહેલી સવારે ચાણસ્મા-હારીજ હાઇવે માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

કાર ચાલક ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો
આ બાબતે મળતી હકીકત મુજબ, પાટણ શહેરના તેમજ હાઇવેના માર્ગો પર છેલ્લાં કેટલાક સમયથી અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે શુક્રવારની વહેલી સવારે ચાણસ્મા-હારીજ રોડ પરથી પસાર થઈ રહેલા બાઇક ચાલક સાથે સામેથી આવી રહેલા કાર ચાલકે ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક ચાલક ફંગોળાઈને રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

હાઈવે પર લોકોના ટોળા એકત્ર થયાં
બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતને લઈને હાઇવે માર્ગ પર લોકોના ટોળા એકત્ર થયા હતા. તો આ અકસ્માતમાં કાર અને બાઈકને પણ ભારે નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...