જીવલેણ અકસ્માત:સરસ્વતી તાલુકાના સરિયદ ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક સવાર બે ખેડૂતોના મોત

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરસ્વતી તાલુકા ના સરીયદ થી પાટણ તરફ ના રોડ પર આજરોજ કાર ચાલકે બાઇક સવારો ને જોરદાર ટક્કર મારતા બે બાઇક સવારો ને ગંભીર ઇજાઓ થતા બંને ના કરૂણ મોત થયા હતા .

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરિયદ ગામથી પાટણ તરફ આવવાના માર્ગ પર સરિયદથી સરસ્વતી કોર્ટમાં કામકાજ માટે આવી રહેલ ઠાકોર અમરતજી મસાજી ઉ .વ 65 અને ઠાકોર ઇશ્વરજી તલાજી ઉ .વ 55 ,રહે બંને બાઈક લઈ આવી રહ્યા હતા ત્યારે પાટણથી સરીયદ તરફ જઈ રહેલા કારચાલકે સરિયદ નજીક આવેલ ખુશી હોટલ પાસે ટક્કર મારતા બાઇક સવાર બંને ને ગંભીર ઇજાઓ થતા હાજર લોકો એ તેમને 108 ની મદદ થી પાટણ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા . જ્યાં બંનેના ગંભીર ઇજાઓના કારણે મોત થયા હતા .

મૃતકની લાશોને પાટણ ની સિવિલ હોસ્પિટલમાં પી.એમ માટે લાવવામાં આવી હતી .જ્યાં મૃતકોના સગા ઉપરાંત ભાજપ અગ્રણી કે .સી. પટેલ પણ દોડી આવ્યા હતા . આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી .સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૂતકો ને આજે સરસ્વતી કોર્ટમાં મુદત હોવાથી તેઓ કાંસા ગામથી સરસ્વતી કોર્ટમાં આવી રહ્યા હતા અને અકસ્માત નડ્યો હતો તેમજ રસ્તા વચ્ચે ખાડો હોવાના કારણે આ અકસ્માત થયો હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું હતું .

મૃતકોના નામ
1 .ઠાકોર અમરતજી મસાજી ઉ .વ 65

2 . ઠાકોર ઇશ્વરજી તલાજી ઉ .વ 55 ,રહે બંને કાંસા ,તા .સરસ્વતી

અન્ય સમાચારો પણ છે...