અધવચ્ચે કાળ ભરખી ગયો:પાટણ-ઉંઝા હાઈવે પર બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, એકનું મોત એક ઇજાગ્રસ્ત

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં હાઇવે માર્ગ ઉપર અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા રહ્યા છે ત્યારે મંગળવારની રાત્રે 10 કલાકના સુમારે પાટણ ઉઝા રોડ પર ખોડાભા હોલ નજીક ડુગરીપુરા તરફ જવાના વળાંક પાસે લોખંડની જાડી પાઇપો ભરીને જઈ રહેલ ટ્રેક્ટર સાથે બાઈક ચાલક સવાર બે ઈસમોને અકસ્માત સજૉતા એકનું મોત થયું હતું, જ્યારે એકને ઇજાઓ પહોંચી હતી.

અકસ્માત નાં પગલે ધટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્તને 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત ક્યાં કારણોસર સજૉયો હતો તે જાણી શકાયું નથી તો ઈજાગ્રસ્ત ઈસમો બાબતે પણ સ્થળ પરથી જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી.

અન્ય સમાચારો પણ છે...