તાલીમ:પાટણમાં ફતેસિંહ લાયબ્રેરીના વ્યવસ્થાપકો દ્વારા એ.સી. રીપેરીંગ તાલીમ વર્ગનો પ્રારંભ કરાવ્યો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એ.સી. રીપેરીંગનાં નિષ્ણાંતો દ્વારા યુવાનોને તાલીમ અપાશે તાલીમ બાદ તેઓ માટે કામની તકો પણ ઉપલબ્ધ કરાવાશે

પાટણ શહેરમાં 35 તાલીમાર્થીઓને સ્ટાર્ટઅપ અંતર્ગત એ.સી. રીપેરીંગ, ફીટીંગ અને તેને લગતી અન્ય પ્રકારની 1 મહિનાની તાલીમ આપી તેઓને આત્મનિર્ભર કરવા માટેના પ્રોજેકટનો આજે ગુરૂવારથી પ્રારંભ થયો હતો.

એક મહિનાની એ.સી. રીપેરીંગ તાલીમ વર્ગનો પ્રારંભપાટણની ફતેસિંહરાવ લાયબ્રેરીના વ્યવસ્થાપકો દ્વારા હાલમાં પુસ્તકાલયની પ્રવૃત્તિ ઉપરાંત યુવાનોને રોજગારલક્ષી તાલીમો આપવા માટે શરૂ કરાયેલા વિવિધ ટેકનીકલ અને શિલ્યવર્ધક અભ્યાસક્રમોની શૃંખલામાં આજે ગુરૂવારે પુસ્તકાલયના દાતા પરિવારના હર્ષાબેન ભરતભાઇ શાહનાં સૌજન્યથી રૂપિયા 400ની ફી સાથે એક મહિનાની એ.સી. રીપેરીંગ તાલીમ વર્ગનો પ્રારંભ પાટણની બદ્રીદાસની વાડી ખાતે કરાયો હતો. આ માટે 35 તાલીમાર્થીઓને પાટણના એ.સી. રીપેરીંગનાં નિષ્ણાંત કૈલાસભાઇ અને મહેબુબભાઇ તાલીમ આપશે. તાલીમાર્થીઓને તેમની તાલીમ બાદ તેઓ માટે કામની તકો પણ ઉપલબ્ધ કરાવાશે.

સમગ્ર પ્રોજેકટની જાણકારી આપાઈઆ પ્રસંગે પાટણની ફત્તેસિંહરાવ લાયબ્રેરીના પ્રમુખ ડૉ. શૈલેષ સોમપુરાએ સમગ્ર પ્રોજેકટની જાણકારી આપી હતી. આ ઉપરાંત પાટણની વીજ કંપનીનાં નિવૃત્ત નાયબ ઇજનેર પી.એમ. પટેલ, પાટણ નાગરિક બેંકના ચેરમેન સુરેશભાઇ સી. પટેલ , મહાસુખ મોદી, પાટણના ઇલેક્ટ્રોનીક ઉપકરણોનાં વેપારી વિજય રાયચંદાણી વગેરેએ આ ક્ષેત્રમાં તાલીમ મેળવીને રોજગારીની વિશાળ તકો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. શિક્ષક કૈલાસભાઈએ પોતાનાં અનુભવો સાથે તાલીમની પદ્ધતિ જણાવી હતી. આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન ચેતન દેસાઇ અને આભારવિધિ રાજેશ પરીખે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...