હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા બીએસસી સેમ-1નાં જાહેર કરવામાં આવેલા પરિણામમાં વિસંગતતા હોય જે વિસંગતતાઓ તાત્કાલિક ધોરણે દૂર કરી નવેસરથી પરિણામ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે ગુરૂવારના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્વારા કુલપત્તીને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલ બીએસસી સેમ-1નાં પરિણામમાં અનેક વિસંગતતાઓ જોવા મળી છે જેનાં કારણે વિધાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે.
યુનિવર્સિટી દ્વારા બીએસસી સેમ-1ના જાહેર કરવામાં આવેલા પરિણામને સુધારો કરીને તાત્કાલિક ધોરણે બહાર પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હોવાનું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અધ્યક્ષ જય બારોટે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.