તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પાટણ પાલિકામાં પાણીના જોડાણની 50 જેટલી અરજી અટવાતાં હાલાકી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાગવગ ધરાવતા લોકોને ફટાફટ પાણી જોડાણ આપી દેવાતાની રાડ
  • ચીફ ઓફિસર કચેરીમાં હાજર ન હોવા, બાધકામ પૂરા ન થતાં અરજીઓનો નિકાલ થતો નથી

પાટણ નગરપાલિકા દ્વારા છેલ્લા પંદર વીસ દિવસથી લોકોના પાણીના જોડાણો માટેની અરજીઓનો નિકાલ ન કરાતાં 40થી 50 જેટલા અલગ વિસ્તારના લોકોની અરજીઓ અટવાઈ પડી છે. ત્યારે નગરપાલિકા દ્વારા પાણી જોડાણ આપવામાં બેવડા માપદંડ અપનાવાતી હોવાનો સૂર સાંભળવા મળી રહ્યો છે.

નગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકો દ્વારા દરરોજ દસ-પંદર લોકોની માગણીઓ પાણીના જોડાણ મેળવવા માટે આવી રહી છે. પરંતુ તેમાં સમયસર નિકાલ થતો નથી. અંતરંગ સૂત્રોના જણાવ્યા મુજબ ચીફ ઓફિસર આખો દિવસ ઓફિસની બહાર કામગીરીમાં વ્યસ્ત હોય છે. જેના લીધે આવી અરજીઓનો નિકાલ અટવાઈ પડે છે, અથવા તો મકાન બનાવવા માટે કામગીરી ચાલુ હોય તો કામ પૂરું કરવા માટે આગ્રહ રાખવામાં આવે છે. બીજી તરફ બીયુ પરમિશન ન મેળવી હોય તેવા કિસ્સામાં પણ પાણી જોડાણ આપવામાં આવતા સભ્યોમાં જ નારાજગી પ્રવર્તી રહી છે.

જલારામ મંદિર ચોક પાસે રહેણાંક કનેક્શન માટે મંજૂરી મેળવી છે અને કામ કોમર્શિયલ થઈ રહ્યું છે જોકે નગરપાલિકાની કામગીરીમાં આમ જનતાને કોઇ હેરાનગતિ ન થાય અને લોકોની માગણી મુજબ પાણી જોડાણ આપી દેવા માટે વોટર વકર્સ કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવેલો છે છે તેને લઈ અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...