કલા મહાકુંભ-2022:પાટણના ગાંધીસ્મૃતિ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં 450 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું

રાજય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ - ગાંધીનગર પ્રેરિત જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી-પાટણ દ્વારા આઝાદી કા અમૃત મહોસવ અંતર્ગત રંગભવન અને ગાંધીસ્મૃતિ હોલ ખાતે કલા મહાકુંભ 2022 યોજાયો હતો.

શૈક્ષણિક સંકુલોમાં અભ્યાસની સાથે સાથે યુવાશકિતઓમાં રહેલી સુષુપ્ત કલાઓને પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરવા અને તેમની કલાશકિતને ખીલવવા માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારના યુવક સાંસ્કૃતિક વિભાગ દ્વારા રાજય-જીલ્લા અને શાળાકક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહયું છે જે અનુસંધાને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરિત જીલ્લા યુવા વિકાસ કચેરી-પાટણ દ્વારા આયોજીત તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગાંધી સ્મૃતિ હોલ ખાતે શહેર સહિત તાલુકાની વિવિધ શાળાઓના વિધાર્થીઓની બે ભાગમાં સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં 14 ગાયકી, ગરબા, રાસ, તબલાવાદન, નૃત્ય જેવી 14 સ્પર્ધાઓમાં 450 જેટલા વિધાર્થીઓએ ભાગ લઇ પોતાની કલાને પ્રદર્શિત કરી હતી. તો તાલુકાકક્ષાએ વિજેતા થનાર સ્પર્ધકો આગામી સમયમાં જીલ્લાકક્ષાના કલામહાકુંભમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરશે.

અન્ય સમાચારો પણ છે...