બેઠક:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની બાંધકામ સમિતિ બેઠકમાં 15 જેટલા કામો પર ચર્ચા કરાઈ

પાટણ6 મહિનો પહેલા
  • કન્વેન્શન હોલોના નામકરણ કરવા માટે સર્વાનુમતે મંજૂરી અપાઇ

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે સોમવારે કુલપતિની અધ્યક્ષતામાં બાંધકામ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં યુનિવર્સિટી કેમ્પસમાં નિર્માણ કરવામાં આવેલા કન્વેન્શન હોલોના નામ દેશના મહાનુભાવોના નામકરણ ઉપર કરવા માટે ચર્ચા વિચારણા બાદ મંજૂરી આપવામાં આવી છે.

પાટણ યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે કુલપતિ ડો.જે.જે.વોરાની ઉપસ્થિતિમાં બાંધકામ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં એજન્ડા પરના 15જેટલા કામો પર ચર્ચા વિચારણાકરવામાં આવી હતી.

આ બેઠકમાં યુનિવર્સિટી કેમ્પસમાં નિર્માણ કરવામાં આવેલ કન્વેન્શન હોલોના નામનું નવીન નામકરણ કરવા માટે સર્વાનુમતે મંજૂરી અપાઇ છે. જેમાં ચાર પૈકીના એક કન્વેન્શન હોલને પંડિત દિનદયાળ કન્વેન્શન હોલનું નામકરણ કરી તેની એલઇડી લાઇટથી લેટર બનાવવાની કામગીરીને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત 800 બેઠકવાળા કન્વેન્શન હોલને ડો.શ્યામાપ્રસાદમુખરજી, 350 બેઠક વાળા કન્વેન્શન હોલને અટલબિહારી બાજપાઇ,તેમજ 150 બેઠક વાળા કન્વેન્શન હોલનું સેવંતીભાઇ કાન્તીલાલ કન્વેન્શન હોલ નામકરણ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ આગામી શહીદદિન નિમિત્તે આ ત્રણેય હોલનું નામાભિકરણ કરવામાં આવશે. આ બેઠકમાં રજીસ્ટાર ડી.એમ. પટેલ, કારોબારી સભ્ય શૈલેષ પટેલ, સ્નેહલ પટેલ,કે.કે.પટેલ,બાંધકામ એન્જીનીયર વિપુલભાઇ સાડેસરા સહિત બાંધકામ સમિતિના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા..

અન્ય સમાચારો પણ છે...