તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વચ્છતા અભિયાન:પાટણ નગરપાલિકા દ્વારા 'આપના વોડ' કાર્યક્રમ શરૂ કરાયો, વિવિધ વિસ્તારોમાં સફાઇ કરાઇ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડરતરૂપ દબાણ પણ જેસીબી મશીન દ્વારા દૂર કરવામાં આવ્યું

પાટણ નગરપાલિકા દ્વારા નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યું છે અને વિવિધ વિસ્તારોમાં આ અભિયાન શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજરોજ પાટણ શહેરના વોર્ડ નંબર-8માં આવેલ વનાગવાડા વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. તો આ સાથે સાથે નિલન સિનેમા આગળનું કેટલુક નડરતરૂપ દબાણ પણ જેસીબી મશીન દ્વારા દૂર કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ ધર્મેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ અંતર્ગત આગામી ચોમાસાને ધ્યાને લઈને પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત વિસ્તારની ગંદકી દૂર કરવામાં આવી છે. કાર્યક્રમમાં કોર્પોરેટર અલકાબેન મોદી તેમજ માનસીબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...