રોજગાર ગેરંટી યાત્રા:પાટણમાં યોજાયેલા કાર્યક્રમમાં આપના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ હાજરી આપી, ભાજપ-કૉંગ્રેસના 20 કાર્યકરો આપમાં જોડાયા

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેજરીવાલ એ આપેલા વચનો આમ આદમી પાર્ટી પુરા કરશે : યુવરાજસિંહ જાડેજા પાટણમાં આમ આદમી પાર્ટીની યુવા રોજગાર ગેરંટી યાત્રા સંમેલન યોજાયું

પાટણ શહેરના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે આજરોજ આમ આદમી પાર્ટી ની યુવા રોજગાર ગેરંટી યાત્રા આવી પહોંચી હતી .જ્યાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં આપ પાર્ટીના યુવા નેતા યુવરાજ સિંહ દ્વારા ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને યુવા નેતા લાલેશભાઈ ઠક્કર જેવો કોંગ્રેસ છોડીને હવે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગયા છે . ત્યારે આજ રોજ તેમના દ્વારા પાટણ શહેરમાં આવેલા મીરા દરવાજા નજીક વિલાજ પાર્ટી પ્લોટ ખાતે આમ આદમી પાર્ટીની યુવા રોજગાર ગેરંટી યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .

આપ પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા .ત્યારે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બને તો વીજળી ,રોજગારી ,પાણી , સરકારી ભરતીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર અંકુશ સહિતના જે વચનો આપ્યા છે .તે બાબતે સંમેલન માં ઉપસ્થિત યુવાઓને માહિતગાર કર્યા હતા તેમજ ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ નું ધરાતલ પર કોઈ અસ્તિત્વ રહ્યું નથી .

કોંગ્રેસને જયારે વિરોધ નોંધાવવાનો સમય હતો તેમાં તે વિપક્ષની ભૂમિકા ભજવવામાં તે નિષ્ફળ રહી છે .ત્યારે હવે ગુજરાતમાં ભાજપ સામે આપ પાર્ટી મજબૂત રીતે ઉભી થઇ છે. કોંગ્રેસને આ ચૂંટણી માં જાકોરો મળવાનો છે .આજ રોજ મળેલી બેઠકમાં મોટી સંખ્યામાં યુવાનો આ આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા.આ પ્રસંગે આમ આદમી પાર્ટીના લાલેશભાઈ ઠક્કર સહિતના સ્થાનિક નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .

ભાજપ - કોંગ્રેસના 20 થી વધુ કાર્યકરો જોડાયા આજરોજ પાટણ ખાતે યોજાયેલ આમ આદમી પાર્ટીની યુવા રોજગાર ગેરંટી યાત્રામાં ભાજપ અને કોંગ્રેસ સાથે જોડાયેલા 20 જેટલા કાર્યકરો તેમની પાર્ટી ને રામ રામ કહી ને યુવરાજસિંહ અને લાલેશભાઈ ઠક્કરના હાથે આપ પાર્ટીનો ખેસ પહેરી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા .

અન્ય સમાચારો પણ છે...