તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 'Aap' Program Was Held In Patan's Samina Wad Village, Thousands Of People Gathered And 15 Leaders Including Vijay Suwala Were Detained.

મંજૂરી વગર 'AAP'નો કાર્યક્રમ:પાટણમાં સમીના કાર્યક્રમમાં હજારો લોકો ભેગા થતાં પોલીસ ત્રાટકી, વિજય સુવાળા સહિત 15 નેતાની અટકાયત

પાટણ21 દિવસ પહેલા
  • મંજૂરી વગર પ્રચાર માટે 'આપ' દ્વારા કાર્યક્રમ કરવામાં આવતાં પોલીસે કાર્યવાહી કરી

પાટણી જિલ્લાના સમી તાલુકાના વેડ ગામે આમઆદમી પાર્ટી દ્વારા મંજૂરી વગર યોજવામાં આવેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એક્ત્ર થયા હતા. મંજૂરી વગર યોજાયેલા આ કાર્યક્રમને લઇને સમી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને કોરોના ગાઇડલાઇન્સનો ભંગ બદલ વિજય સુવાળા સહિતના ઉપસ્થિત 15થી વધુ નેતાઓની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા ચાલુ કાર્યક્રમ દરમિયાન અટકાયત કરવામાં આવતાં થોડો સમય માટે માહોલ ગરમાયો હતો. જોકે વિજય સુવાળા અને 'આપ'ના અન્ય હોદ્દેદારોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા અને બાદમાં છોડી મૂકવામાં આવ્યા હતા.

હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ ઊમટી પડ્યા હતા
પાટણ જિલ્લાના સમી તાલુકાના વેડ ગામે આમઆદમી પાર્ટીનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રદેશ નેતા વિજય સુવાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમા ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી રમેશ નાભાણી, જિલ્લા પ્રમુખ પ્રશાંત ચૌધરી, સમી તાલુકા પ્રમુખ મહેશ ઠાકોરનું સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ ઊમટી પડ્યા હતા. મંજૂરી વગર યોજવામાં આવેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એક્ત્ર થતાં પોલીસ પહોંચી હતી અને કોરોના ગાઈડલાઇન્સનો ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કાર્યક્રમમાં ઉપસ્થિતિ પ્રદેશ નેતા વિજય સુવાળા સહિતના 15 હોદ્દેદારો-નેતાની અટકાયત કરી હતી.

પાટણમાં વધુ લોકોને જોડવા કાર્યક્રમ યોજાયો હતો
આમઆદમી પાર્ટી ગુજરાતમાં પોતાને વધુ મજબૂત બનાવવા માટે કાર્યક્રમો કરી રહી, જેમાં પાર્ટીના સ્થાનિક આગેવાનો અને પ્રદેશ નેતાઓ હાજર રહીને લોકોને પાર્ટી સાથે જોડી રહ્યા છે. સમીના વેડ ગામમાં પણ આવા જ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાનાં ગામડાંમાં પણ પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે આ પ્રકારનો કાર્યક્રમ યોજાઇ રહ્યો હતો. જોકે મંજૂરી વગરના કાર્યક્રમમાં પોલીસ પહોંચી હતી અને ઉપસ્થિત નેતાઓની અટકાયત કરતાં રાજકીય માહોલ ગરમાયો હતો.

અન્ય સમાચારો પણ છે...