વિરોધ:ગરબાના પાસ ઉપર GSTના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટીની પાટણમાં રેલી, સરકાર સામે સુત્રોચાર કર્યા

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીબાગથી બગવાડા સુધી રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગરબા પાસ ઉપર લગાવવામાં આવેલા 18% GSTના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી પાટણ શહેર દ્વારા ગાંધીબાગથી બગવાડા દરવાજા સુધી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

રેલી ગાંધીબાગથી નીકળી બગવાડા પહોંચી
આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરો દ્વારા બગવાડા દરવાજા ખાતે ગરબા રમીને અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આપ કાર્યકરો દ્વારા ગરબા પાસ ઉપર GST નાબૂદ કરો, હિન્દુત્વની નકલી ઠેકેદાર ભાજપ સહિત સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. બગવાડા દરવાજા ખાતે આમ આદમી પાર્ટી ના વિરોધ પ્રદર્શન ને લઈને પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પ્રદેશ વેપારી સેલ સહ મંત્રી ઉત્તમ ડોડીયા, પાટણ લોકસભા પ્રમુખ પ્રશાંત ભાઇ ચૌધરી, પાટણ જિલ્લા પ્રમુખ દેવેન્દ્રભાઈ પટેલ, પાટણ વિધાનસભા સંગઠન મંત્રી સ્વયં સાલવી, પાટણ વિધાનસભા સંગઠન મંત્રી નિકેશ ઠાકોર, પાટણ વિધાનસભા સંગઠન મંત્રી પ્રભાતસિંહ ઠાકોર સહિત હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...