ઉમેદવારી ફોર્મ:પાટણ વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરે ઉમેદવારી ફોર્મ ભર્યું

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણીના લોકઉત્સવના પડઘમ વાગી ચુકયા છે. 2022ના આ ચૂંટણી રણસંગ્રામમાં ગુજરાતમાં પ્રથમવાર કમળ, પંજો અને ઝાડુના નિશાનના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાય તેવું કેટલીક બેઠકો પર અત્યારથી જ અનુમાન લગાવી રહ્યા છે ત્યારે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે પાટણ વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરે પોતાનું ઉમેદવારીપત્ર વિજયમુર્હુતમાં ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યું હતું.

પાટણ વિધાનસભા બેઠકનાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર વાવેશ ઠક્કરે પાટણ નગર માટે અનેક સેવાકીય કાર્યો કર્યા છે. મૃતપ્રાયઃ હાલતમાં બનેલી સીવીલ હોસ્પિટલને જીવંત કરવામાં તેઓએ મહત્વનો ફાળો આપ્યો હતો. ભૂતકાળમાં કોગ્રેસની પડખે રહી ચુકેલા આ સેવાભાવી વ્યકિતએ ‘આપ’ નો હાથ પકડતા તેઓને આમ આદમી પાર્ટી દ્વારા પાટણ વિધાનસભા બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આજે વિલાજ પાર્ટીપ્લોટ ખાતેથી સમર્થકોની મોટીસંખ્યા સાથે ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલતા રોડ શો યોજયો હતો.

ત્યારબાદ વિજયમુર્હુતમાં મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારીને ઉમેદવારીપત્ર સુપ્રત કર્યું હતું.. ત્યારબાદ આ રોડ શો મદારસા થઈ ત્રણ દરવાજા, હિંગળાચાચર અને બગવાડા ચોક ખાતે આવી પહોંચતા આપના સમર્થકોએ વિજય જેવો આનંદ ઉલ્લાસ વ્યકત કર્યો હતો. આ પ્રસંગે વાલેશ ઠકકરે જણાવ્યું હતું કે,2022ની વિધાનસભાની ચૂંટણીમાં સરકારની અનેક નિષ્ક્રિયતાઓ સામે લોકો ચૂંટણી લડી રહયા છે. જે રીતે મને સહકાર મળી રહયો છે તે જોતા આ ચૂંટણીમાં મારો ચોકકસ વિજય થશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. આ રોડ શો દરમ્યાન ઉમેદવાર લાલેશ ઠક્કર સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ મહાનુભાવોની પ્રતિમાને માલ્યાર્પણ કરી આર્શીવાદ મેળવ્યા હતા..

અન્ય સમાચારો પણ છે...