તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવક સળગવાનો મામલો:પાટણમાં 3 ફૂટના રસ્તા માટે પોતાને આગ ચાંપનાર યુવકનો અમદાવાદ સિવિલમાં જીવન સામે જંગ, જમીન મંદિરની જ હોવાનો સિટી સર્વેની માપણીમાં ખુલાસો

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ દેવેન્દ્રસિંહ ઠાકોર. - Divya Bhaskar
અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ દેવેન્દ્રસિંહ ઠાકોર.

પાટણમાં બગેશ્વર મહાદેવ મંદિરની પાછળ વર્ષોથી રહેતા ચંદ્રસિંહ અમુજી ઠાકોર (38)એ તેમના અવરજવરના કાયમી રસ્તા ઉપર રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા દીવાલ ચણી લેવાતાં રસ્તો 3 ફૂટ જેટલો સાંકડો થઇ ગયો છે. આ દીવાલ દૂર કરવા વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ પગલાં નહીં લેવાતાં ચંદ્રસિંહ અમુજી ઠાકોરે મંગળવારે સવારે ઘરમાં જ શરીર પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દોડ લગાવી હતી. જેને પગલે તેઓ 85 ટકા દાઝી ગયા હતા અને હાલ અમદાવાદ સિવિલના ICU વોર્ડમાં જીવન સામે જંગ લડી રહ્યા છે.

આ પણ વાંચોઃ પાટણમાં 3 ફૂટના રસ્તા માટે પેટ્રોલ નાખી યુવકે પોતાને જ આગ ચાંપી 1 કિમી સુધી દોડ્યો, 85% દાઝ્યો, કહ્યું, ‘હું બળી જઈશ... એટલા માટે કે એ જવાબ આપે’

સિટી સર્વે વિભાગ સહીત પાલિકાની ટીમે બન્ને મંદિરોની જમીનનો સર્વે કરી માપણી કરી
સિટી સર્વે વિભાગ સહીત પાલિકાની ટીમે બન્ને મંદિરોની જમીનનો સર્વે કરી માપણી કરી

યુવકના અગ્નિસ્નાન બાદ સિટી સર્વે વિભાગ માપણી કરવા દોડ્યું, મંદિરે પોતાની જ જમીનમાં બાંધકામ કર્યું હોવાનો ખુલાસો
આ ઘટના બાદ વર્ષોથી ન્યાયિક તપાસ કરી જમીનની માપણી માટે કચેરીઓના ધક્કા ખાધા બાદ પણ ઊંઘી રહેલું તંત્ર અગ્નિસ્નાન બાદ સફાળું જાગ્યું હતું. સિટી સર્વે વિભાગ સહીત પાલિકાની ટીમે બન્ને મંદિરોની જમીનનો સર્વે કરી માપણી કરી હતી. જેમાં રામજી મંદિરે પોતાની જ જમીનમાં બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઘટનાના પગલે મંદિર ટ્રસ્ટના બન્ને ટ્રસ્ટીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પરિવારોએ આંસુઓ સાથે સિટી સર્વે વિભાગે જો પહેલા આ કામગીરી કરી હોત તો આવું પગલું ભરવાની નોબત જ આવી ન હોત તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે અમદાવાદ ખાતે સારવાર માટે દાખલ યુવકની મુલાકાત લઇ ન્યાય માટેની હૈયા ધારણા આપી હતી.

મંદિરે જૂની દીવાલ તોડી નવીન દીવાલ બનાવતા રસ્તો સાંકડો થઇ જતા મંદિરે 3 ફૂટ જમીન પર દબાણ કર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે
મંદિરે જૂની દીવાલ તોડી નવીન દીવાલ બનાવતા રસ્તો સાંકડો થઇ જતા મંદિરે 3 ફૂટ જમીન પર દબાણ કર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે

પીડિતે પાલિકામાં અરજી કરી હતી પણ તંત્રએ કાર્યવાહી જ ન કરી
શહેરમાં બગેશ્વર મંદિર અને રામજી મંદિર વચ્ચે રહેતા 3 પરિવારોને બહાર નીકળવા માટેના રસ્તા પર જૂની દીવાલ તોડી નવી દીવાલ બનાવતા રસ્તો સાંકડો થઇ જતા મંદિરે 3 ફૂટ જમીન પર દબાણ કર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, ત્યારે પીડિત અરજદાર ચન્દ્રસિંહે પાલિકામાં અગાઉ અરજી કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. તેમજ ટ્રસ્ટીઓ દ્વારા દાદાગીરી કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે નાસીપાસ થઇ ચંદ્રસિંહે અગ્નિસ્નાન કરતા 85 ટકા દાઝી ગયા છે. તેઓ હાલ અમદાવાદ સિવિલમાં આઈસીયુમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. યુવકના અગ્નિસ્નાનના પગલે સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું છે અને સત્ય હકીકત બહાર લાવી મામલો શાંત કરવા દોડતું થયું છે.

ચંદ્રસિંહના ભત્રીજી ગીતાએ ચોધાર આંસુએ રડી જણાવ્યું કે, હવે જેટલા લોકો આવે છે.તે પહેલા આવી ગયા હોત તો મારા કાકા સળગ્યા ન હોત
ચંદ્રસિંહના ભત્રીજી ગીતાએ ચોધાર આંસુએ રડી જણાવ્યું કે, હવે જેટલા લોકો આવે છે.તે પહેલા આવી ગયા હોત તો મારા કાકા સળગ્યા ન હોત

સિટી સર્વે વિભાગે રિપોર્ટ પોલીસને મોકલી આપ્યો
સિટી સર્વેના સુપ્રિટેન્ડન્ટ જે.એ.સિંધીએ જણાવ્યું હતું કે, પોલીસની સૂચના આધારે સિટી સર્વે વિભાગ અને પાલિકાની ટીમે સાથે મળી બુધવારે બંને મંદિરોના જમીનની માપણી હાથધરી હતી.જેમાં રામજી મંદિર ઉત્તરથી પૂર્વ દક્ષિણ 24.10 મીટર અને બગેશ્વર મહાદેવ મંદિર બન્નેની આગળ પછળ બન્ને દિશાઓની માપણી કરી હતી. જેમાં રામજી મંદિરે તેમના હદ વિસ્તારમાં જ દિવાલનું બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું હતું. જેનો સિટી સર્વે વિભાગ દ્વારા રિપોર્ટ બનાવી પોલીસને મોકલી આપ્યો છે.

રામજી મંદિરના પૂજારી રમેશભાઈ અને ટ્રસ્ટી મોહનભાઇ પટેલ સામે ફરિયાદ
રામજી મંદિરના પૂજારી રમેશભાઈ અને ટ્રસ્ટી મોહનભાઇ પટેલ સામે ફરિયાદ

પહેલા સર્વે કર્યો હોત તો મારા કાકા ન સળગ્યા હોતઃ ભત્રીજીની વેદના
સ્થાનિકોએ જણાવ્યું કે, અજરદાર વર્ષોથી તંત્ર સમક્ષ અરજીઓ અને વિનંતિઓ કરી થાકી ગયા, પરંતુ તંત્ર ઉંઘતું જ રહ્યું હતું. આજે તે સળગી ગયા પછી બધા આવી રહ્યા છે. સિટી સર્વે વિભાગે પહેલા જ સર્વે કરી કીધું હોત કે જમીનમાં દબાણ નથી, તો તે વ્યક્તિ આ રીતે સળગ્યો ન હોત. જ્યારે પીડિત ચંદ્રસિંહના ભત્રીજી ગીતાએ ચોધાર આંસુએ રડી જણાવ્યું કે, હવે જેટલા લોકો આવે છે.તે પહેલા આવી ગયા હોત તો મારા કાકા સળગ્યા ન હોત.

પૂજારી અને ટ્રસ્ટી સામે ફરિયાદ નોંધાઈ
રામજી મંદિરના પૂજારી રમેશભાઈ અને ટ્રસ્ટી મોહનભાઇ પટેલે પોતાના ઘરની સામે બાંધકામ ચાલુ કર્યું હોવાથી અરજદાર ચંદ્રસિંહે તેનો નકશો અને મંજૂરી માંગતા આ બન્ને આરોપીએ ઉશ્કેરાઈ આ બાંધકામ કાયદેસર છે.તારાથી થાય તે કરી લે તેમ કહી ગાળાગાળી કરી ફરીથી આ બાજુ આવતો નહીં.તેવી ધમકીઓ આપી હતી. જેને પગલે અરજદાર નજીકના પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ નાખવાના બહાને 70 રૂપિયાનું પેટ્રોલ લાવી ઘરે સળગી ગયો હતો.શરીરે બળતરા થતા તે બજારમાં દોડ્યો હતો. ત્યાર બાદ ચંદ્રસિંહને પકડી આગ બુઝાવી જનતા હોસ્પિટલમાં અને બાદમાં મહેસાણા અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે. અરજદારના નિવેદનના આધારે પોલીસે બન્ને આરોપી ઈસમ સામે IPCની કલમ 504,294 (b),506(1),114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે ફરિયાદ નોંધી પણ આરોપીની અટક ન કરી
તપાસ અધિકારી પીઆઇ પરિમલ દેસાઈએ જણાવ્યું હતું કે બે શખ્સ સામે નિવેદન આધારે ફરિયાદ નોંધાઈ છે. હજુ અટક કરાઈ નથી. આ ફરિયાદના આધારે આ બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે.તપાસમાં જે બહાર આવશે તે આધારે પોલીસ કાર્યવાહી કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો