‎હુમલો:કાત્યોકના મેળામાં મહિલાની છેડતી કરનાર શખ્સોએ યુવાનને છરી મારી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાની છેડતી કરતાં સમજાવવા જતાં છરી લઇ તૂટી પડ્યા, અજાણ્યા 3 શખ્સો સામે ગુનો
  • ઘટનાથી મેળામાં દોડધામ મચી જવા પામી

સિદ્ધપુર કાત્યોકના પૂનમના મેળામાં મંગળવારે બે યુવાન તેમની ધર્મની બહેનની છેડતી કરનારા ત્રણ અજાણ્યા શખ્સોને સમજાવવા જતાં યુવાન પર છરી વડે ઘા ઝીંકતાં વચ્ચે છોડવવા પડેલને છરી મારતાં બૂમાબૂમ કરતાં ત્રણ શખ્સો ભાગી ગયા હતા. આ અંગે ઇજાગ્રસ્તે સિદ્ધપુર પોલીસમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. સિદ્ધપુર શહેરના હરેશકુમાર મણાજી ઠાકોર તેમના મિત્ર તેમની ધર્મની બહેનો સાથે મંગળવારે મેળામાં ફરવા અાવ્યા હતા.

તે વખતે બપોરના બાર વાગ્યાના અરસામાં ત્રણ અજાણ્યા છોકરા દ્વારા છોકરીની છેડતી કરી હતી. તે વાતને લઇને હરેશકુમાર તેમને છોકરાઅોને સમજાવવા ગયા હતા ત્યારે બોલાચાલી થઇ રહી હતી. તે વખતે અેક છોકરાઅે હરેશકુમારની પીઠના પાછળના ભાગે છરીનો ઘા ઝીંક્યો હતો તે વખતે છોડાવવા વચ્ચે પડેલ સુઝલને પણ ડાબા પગના સાથળ પર છરી ઘા ઝીંકતાં ઇજાગ્રસ્તો બૂમાબૂમ કરવા લાગ્યા હતા. તે વખતે ત્રણ શખ્સો નાસી છૂટ્યા હતા. અા અંગે ઇજાગ્રસ્તે સિદ્ધપુર પોલીસ મથકે ત્રણ અજાણ્યા 25 થી 30 વર્ષના છોકરાઅો સામે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પીઅાઇ જે.બી.અાચાર્યએ હાથ ધરી હતી. ઘટનાથી મેળામાં દોડધામ મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...