વીડિયો વાયરલ:પાટણના રિજિયોનલ સેન્ટરમાં યુવકે રિલ્સ બનાવતા સિક્યુરિટી ગાર્ડે ઢોરમાર માર્યો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિબંધ હોવા છતાં યુવક રિલ્સ બનાવતો હતો
  • સિક્યુરિટી ગાર્ડે અટકાવતા મામલો ઉગ્ર બન્યો

પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં એક યુવક રિલ્સ વીડિયો બનાવતો હોય સિક્યુરિટી દ્વારા અટકાવતા સિક્યુરિટી અને યુવકો વચ્ચે મારામારી થઈ હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાટણમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ વીડિયોમાં 4થી 5 સિક્યુરિટીના માણસો ધોકા અને લાકડીઓ વડે યુવકને ઢોરમાર મારવામાં આવતો હોવાનો જોવા મળી રહ્યું હતું.

યુવકને માર માર્યો
પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં મોટી સંખ્યામાં લોકો ડાયનાસોર ગેલેરી સહિત વિવિધ આકર્ષક ગેલેરીયો જોવા માટે આવતા હોય છે. ત્યારે આ સેન્ટરમાં થોડા દિવસ અગાઉ એક યુવક દ્વારા રિલ્સ બનાવાની ઘેલછામાં સિક્યુરિટી દ્વારા મનાઈ કરવામાં આવ્યું હોવા છતાં પણ બનાવવામાં આવતો હોય તેને અટકાવતા સિક્યુરિટી ગાર્ડ અને આ યુવક વચ્ચે મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં યુવક હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈ ફરી રહ્યો હતો. જેથી સિક્યુરિટી ગાર્ડ એકત્ર થઈ યુવકને પકડીને ધોકા લાકડીઓ વડે ઢોર મારતો હોવાની ઘટનાનો સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.

પોલીસને જાણ કરાઇ
સેન્ટરના ડાયરેક્ટર સુમિત શાસ્ત્રીય જણાવ્યું હતું કે, ત્રણ દિવસ અગાઉ સેન્ટરમાં ત્રણ ચાર યુવક હથિયાર સાથે વીડિયો બનાવતો હોય જેને સિક્યુરિટી દ્વારા બહાર કાઢવામાં આવતા ઘટના બની હતી આ બાબતે પોલીસને પણ જાણ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...