અકસ્માત:પાટણના બોરસણના યુવકનું ટ્રેનની ટક્કરે મોત નીપજ્યું

પાટણ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતક અસ્થિર મગજનો હોઇ ઘરેથી નીકળી ગયો હતો

પાટણના બોરસણની સીમમાં મંગળવાર રાત્રે રેલવે ટ્રેક ઉપર ટ્રેન અકસ્માતમાં બોરસણના યુવાનનું મોત થયું હતું. આ અંગે પાટણ તાલુકા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવ્યો હતો. પાટણના નોરતા વાંટા ગામે રહેતા વનરાજ અરજણજી ઠાકોર (28) તેમના માતા પિતા પત્ની અને એક દીકરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને ખેત મજૂરી કરતા છેલ્લા ઘણા સમયથી તેમના મગજની સ્થિતિ તેઓ ગુમાવી ચૂક્યા હતા. તેઓ મંગળવારે રાત્રે ઘરેથી નીકળી ગયા હતા બોરસણ ગામની સીમમાં રેલવે ટ્રેક ઉપર ટ્રેનની અડફેટે માથા અને હાથ પગના ટુકડા થઈ ગયા હતા.

આ બનાવની જાણ પાટણ તાલુકા પોલીસને કરતા પોલીસે મૃતકના મૃતદેહનું પાટણ સિવિલમાં પીએમ કરાવી મૃતદેહને વાલી વારસોને સોંપ્યો હતો આ અંગે મૃતકના પિતા અરજણજી જશવંતજી ઠાકોરે પાટણ તાલુકા પોલીસ મથકે અકસ્માતે મોત ગુનો નોંધાવ્યો હતો. તેની તપાસ અધિકારી પીઆઇ બીએફ ચૌધરી જણાવ્યું હતું કે મૃતક અસ્થિર મગજનો હોવાથી રેલવે અકસ્માત થયો છે કે આપઘાત એ હજુ સ્પષ્ટ કારણ જાણી શક્યા નથી.

અન્ય સમાચારો પણ છે...