તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ ફરિયાદ:સિદ્ધપુરના પુનાસણ ગામના યુવાનનું અપહરણ કરી 3 શખ્સોએ માર માર્યો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારી બહેનને હેરાન કેમ કરે છે તેમ કહી માર મારી રૂ.50000 ઝૂંટવી લીધા
  • યુવાનને ચાંદેરસની સીમમાં ગાંધી રાખી મારી નાખવાની ધમકી આપી, પોલીસ ફરિયાદ

સિદ્ધપુર તાલુકાના પુનાસણ ગામના યુવકને ત્રણ યુવાનોએ તેની બહેનને હેરાન કેમ કરે છે તે બાબતે અપહરણ કરી લઈ જઈ માર મારી રૂ. 50000 ઝૂંટવી લીધા હતા. યુવાનને ચાંદેસરની સીમમાં લઈ જઈ ત્યાં ગાંધી રાખ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી મુક્ત કર્યો હતો. આ અંગે ઇજાગ્રસ્ત યુવાને કાકોશી પોલીસ મથકે ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

સિદ્ધપુર તાલુકાના પુનાસણ ગામે રહેતા જશુજી બાબુજી ઠાકોર (ઉ.વ.45)એ તેમના ગામના શંકરજી ઠાકોર અને વનરાજજી ઠાકોર તેમજ ઠાકોર નવઘણજી ત્રણે જણાએ મળી બળજબરીથી ગાડીમાં બેસાડી બુધવારે સાંજે લઇ ગયા હતા. જેને સરસ્વતી નદીની લઈ જઈ ઠાકોર નવઘણજી (રહે.ભડથ)એ કહેલ કે મારી બહેનને કેમ હેરાન કરે છે તેમ કહી મોઢાના ભાગે તેમાં શરીરના ભાગે આડેધડ મારમારી તેના ખિસ્સામાં રહેલ રૂ.50 હજાર છીનવી લીધા હતા. તેને ગાડીમાં ચાંદેસર ગામની સીમમાં ભયજનક સ્થિતિમાં ગાંધી રાખી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી છોડી મૂકયો હતો. આ અંગે યુવકે કાકોશી પોલીસ મથકે પુનાસણા ગામના શંકરજી ઠાકોર, વનરાજજી ઠાકોર અને ભડથ ગામના નવઘણજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ પીએસઆઇ એ. ડી. પરમારે હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે જશુજી ઠાકોર પસાર થતા હતા ત્યારે ત્રણ શખ્સોએ તેને ગાડીમાં ઉઠાવી ગયા હતા અને માર મારી રૂ. 50 હજાર ઝૂંટવી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...