તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકૃત યુવક:પાટણના કુલડીવાસના યુવકે મહોલ્લામાં રહેતી મહિલાની છેડતી કરતાં ફરિયાદ થઇ

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શખ્ત મહિલા જ્યારે મહોલ્લામાં અવરજવર કરતી ત્યારે સતત પીછો કરતો

પાટણના કુલડીવાસમાં રહેતી એક મહિલાનો પીછો અને છેડતી તેમના જ મહોલ્લામાં રહેતા એક યુવકે કરી બેફામ અપશબ્દો બોલતાં આખરે મહિલાએ યુવક વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

રોહિત પ્રજાપતિએ મહિલાને બેફામ અપશબ્દો બોલી છેડતી કરી
કુલડીવાસમાં રહેતી એક મહિલાએ શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમના જ મહોલ્લામાં રહેતો રોહિત ચંપકભાઈ પ્રજાપતિ નામનો શખ્ત તેણી જ્યારે મહોલ્લામાં અવરજવર કરતી ત્યારે સતત પીછો કરતો હતો. અને ગતરોજ જ્યારે તેઓ દીવો કરવા માટે મહોલ્લામાંથી નીકળતા હતા. ત્યારે રોહિત પ્રજાપતિએ તેમને બેફામ અપશબ્દો બોલી તેમની છેડતી કરી હતી. અને હવે ઘરમાંથી નીકળશે તો જોઈ લેવાની ધમકી આપતાં આખરે મહિલાએ રોહિત ચંપકભાઈ પ્રજાપતિ વિરૂદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...