ફરિયાદ:સિદ્ધપુરમાં દીકરીને ભગાડનાર યુવાનનું અપહરણ કરી માર માર્યો

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીકરીનો પિતા,ભાઈ અને ફુવા સામે પોલીસ ફરિયાદ નોંધાવી

સિદ્ધપુરમાં છોકરીને ભગાડી જનાર યુવાન પરત આવતા દીકરીનો ભાઈ, પિતા અને ફુવાએ અપહરણ કરી માર માર્યો હતો.આ અંગે ઈજાગ્રસ્ત યુવાનના નિવેદન આધારે સિદ્ધપુર પોલીસ મથકે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સિધ્ધપુર શહેરના નંદનવન સોસાયટીમાં રહેતા સુરેશભાઈ રેવાભાઇ સેનમા 26 ફેબ્રુઆરી 2023ના રોજ સિધ્ધપુરના ઠાકોર ભરતજીની દીકરીને ભગાડી લઈ ગયા હતા અને ગુરુવારે સવારે પરત સિદ્ધપુર ખાતે આવ્યા હતા તે વખતે અદાવત રાખી ત્રણ શખ્સોએ યુવાનના ઘરે જઈ ગડદાપાટુનો માર મારીને યુવાનને કારમાં અપહરણ કરી લઈ જઈ આડેધડ માર મારી જાતીય વિશે અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી સિદ્ધપુર ખળી ચોકડી ખાતે ઉતારી ગાડી લઈ નાસી છૂટ્યા હતા. ત્યારે ઇજાગ્રસ્ત યુવાનને ધારપુર ખાતે સારવાર હેઠળ ખસેડાયો હતો.

આ અંગે ઇજાગ્રસ્ત યુવાનના નિવેદન આધારે સિદ્ધપુર પોલીસ મથકે ઠાકોર ભરતભાઈ, ઠાકોર વિશાલજી ભરતભાઈ અને વિશાલજીના ફુવા રહે.સિધ્ધપુર ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી ડીવાયએસપી કે.કે.પંડ્યાએ જણાવ્યું હતું કે આરોપીની શોધખોળ હાથ ધરી છે તેઓના રહેઠાણ સ્થળેથી નાસી છૂટ્યા છે તેઓના સગા વહાલામાં તપાસ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...