પાટણ જિલ્લામાં છ દિવસમાં ત્રીજી હત્યા:આજે રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં યુવાનની અંગત અદાવતમાં છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવાઈ

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેમ છેલ્લા 6 દિવસ માં ત્રણ યુવાનો ની સરેઆમ હત્યાના બનાવો બનતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે રવીવાર નાં રોજ સાંજના સુમારે પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં મારૂતિ પ્લાઝા શોપીંગ સેન્ટર માં એક યુવાન ની અંગત અદાવતમાં છરી નાં ધા મારી હત્યા કરાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી જવા પામી છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ થોડા સમય અગાઉ હારિજમાં ધોળા દિવસે રબારી યુવાનને ખુલ્લેઆમ છરી ના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી.આ ઘટના ને બે દિવસ બાદ સાંતલપુર તાલુકાના ડાભી ઉનરોડ ગામે યુવાન ની ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવી હતી ત્યાં રવિવારનાં રોજ સાંજનાં સુમારે પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં મારૂતિ પ્લાઝા શોપીંગ સેન્ટરમા અંગત અદાવતમાં યુવાનની હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે.

રાધનપુર મારુતિ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં રવિવારની સાંજે 7 વાગ્યાના અરસામાં ખૂની ખેલ ખેલાયો હતો. હત્યારાએ ખુલ્લેઆમ છરીના ઘા મારી યુવાનની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામ્યો છે.આ બાબતે સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર કાંકરેજ તાલુકાના રતનપુરા ગામના મિત નામના યુવાન રાધનપુર વારાહી રોડ પર આવેલ મારુતિ પ્લાઝા શોપીંગ સેન્ટર માં કામ અર્થે ગયેલ હતો તે સમયે કોઈ અદાવત માં હત્યારા એ અચાનક રતનપુરા ના યુવાનને છરી ના ઘા મારી દેતા યુવાન લોહી લુહાણ હાલતમાં ઢસડી પડતાં લોકો ના ટોળા ટોળા ધટના સ્થળે દોડી આવ્યા હતા જ્યારે હત્યારો તીક્ષણ હથિયાર મારી ફરાર થયો હતો.

લોહી લુહાણ હાલતમાં યુવાનને રાધનપુર હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ યુવાનની ગંભીર હાલત હોય વધુ સારવાર અર્થે અન્યત્ર ખસેડાય તે પૂર્વે જ યુવાને દમ તોડતા અને બનાવની જાણ મૃતક યુવાન નાં પરિવારજનો ને થતા ગમગીની સાથે પરિવારજનો ભાંગી પડ્યા હતા.પાટણ જિલ્લા માં છેલ્લા 6 દિવસની અંદર મર્ડર ની ત્રીજી ઘટના સામે આવતા પાટણ જિલ્લાના લોકો માં તેના ધેરા પ્રત્યાઘાત સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...