અકાળે મોત:હારીજનાં ખાખડીમાં રોડ સાઇડે ઉભેલા યુવાનને બાઈકે ટક્કર મારી, સારવાર દરમિયાન મોત

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવક ખેતરમાં આંટો મારી પરત ફરી રહ્યો હતો

હારીજ તાલુકાનાં ખાખડી રોડ ઉપર મંગળવારની મોડી સાંજે બાઇક લઇને ખેતરે જઇને આંટો મારી પાછા આવી રહેલા એક યુવાને અન્ય એક બાઈક ચાલકે ટક્કર મારતાં ગંભીર ઇજાઓ પહોંચતાં તેને હારીજનાં સરકારી દવાખાને અને બાદમાં 108 માં પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડાતાં તેને અત્રેનાં તબીબે મૃત જાહેર કર્યો હતો.

ખેતરથી પરત ફરતો હતો
આ અંગેની મળતી માહિતી મુજબ હારીજ નગરનાં ખેમાસર વિસ્તારમાં રહેતા દિલીપજી બાબુજી ઠાકોર તેમનાં હારીજ-ખાખડી રોડ ઉપર આવેલા ખેતરનો આંટો મારવા બાઇક લઇને નિકળ્યા હતાને ત્યાંથી પરત ઘેર આવતા હતા ત્યારે બાઇકમાં પેટ્રોલ ખલાસ થઇ જતાં તે રોડ સાઇડે ઉભા રહ્યા હતા તેમણે તેમનાં ભાઇને ફોન કરતાં ભાઇ વિજુજી લેવા ગયા હતા.

સારવાર દરમિયાન મોત
આ દરમ્યાન રોડ સાઇડે ઉભેલા દિલીપજીને અન્ય એક બાઇક ચાલકે ટક્કર મારતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.તેને સારવાર માટે ખસેડતાં તેમનું મોત નિપજ્યું હતું. ને અત્રે તેમન ભાઇએ હારીજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...