આશસ્પદ યુવાનનું મોત:પાટણના સિધ્ધી સરોવરમાં પટણી સમાજના યુવાને મોતની છલાંગ લગાવી

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરના સિધ્ધી સરોવરમાં ગુરૂવારે પટણી સમાજના એક આશાસ્પદ યુવાને મોતની છલાંગ લગાવી હતી. જેની જાણ પાલીકા ફાયર ફાઈટરની તરવૈયા ટીમને કરાતા તેઓએ હોડી સાથે ઘટના સ્થળે દોડી આવી શોધખોળ હાથ ધરી લાશને બહાર કાઢતાં પરિવારજનોના આક્રંદ વચ્ચે ગમગીની છવાઈ હતી.

પાટણ શહેરના લોકોને પીવાનું પાણી પૂરું પાડતા સિધ્ધી સરોવરમાં અવારનવાર જીવનથી નાસી પાસ થયેલા વ્યક્તિઓ મોતની છલાંગ લગાવી પોતાનું જીવન ટૂંકાવતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે ગુરુવારના રોજ સિધ્ધી સરોવરમાં શહેરના મોતીસા દરવાજા,પીપળી વાસમાં રહેતા પટણી મેહુલભાઈ શૈલેષભાઈએ છલાંગ લગાવી હતી.

ફાયરની ટીમને યુવાનની લાશ હાથ લાગી
આ બાબતની જાણ મોતની છલાંગ લગાવનાર પટ્ટણી યુવાનની પત્ની સહિત સમાજના લોકોને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા અને ઘટનાની જાણ પાટણ નગરપાલિકાને કરાતા નગરપાલિકાના ફાઈટરો અને તરવૈયા ટીમ આવી પહોંચી હતી. તરવૈયાઓએ યુવાનની શોધખોળ હાથ ધરી હતી. સિધ્ધી સરોવર પાળેથી આ યુવાનના બુટ, રૂમાલ તેમજ પાકીટ મળી આવ્યું હતું. સદર પાકીટમાં યુવાનના જરૂરી કાગળો અને ફોટો મળી આવ્યાં હતા. ત્યારે તરવૈયા દ્વારા ભારે શોધખોળ બાદ યુવાનની લાશ હાથ લાગી હતી. જેને લઈ મૃતક પટ્ટણી યુવાનની પત્ની સહિત પરિવારજનોનાં આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. આ બનાવના પગલે પોલીસે પણ ઘટના સ્થળે આવી આગળની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...