તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:ગામના યુવાને પોતાના નામનું મંગળસૂત્ર પહેરવાનું કહી કપડાં ખેંચ્યા, પરણિત મહિલાની ઈજ્જત લેવાનો પ્રયાસ કરતા ગુનો નોંધાયો

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધપુરના ચંદ્રાવતીમાં મહિલાની ઈજ્જત લેવાનો પ્રયાસ કર્યો
  • છરીથી હુમલો કરતા મહિલાને બચાવવા આવેલી તેની માસી સાસુને છરી વાગી

પાટણ સિદ્ધપુર તાલુકાના ચંદ્રાવતી ગામમાં એક પરણિત મહિલાની ઈજ્જત લેવાનો પ્રયાસ કરવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મહિલાની મદદે આવેલી તેની માસી સાસુ અને દેરાણીને પણ માર માર્યો હોવાની તેમજ મહિલાની માસી સાસુને છરી માર્યાની ફરિયાદ સિદ્ધપુર પોલીસ મથકમાં નોંધાઈ છે.

માસી સાસુ અને દેરાણીએ આવી મહિલાને બચાવી

સિદ્ધપુર પોલીસ મથકમાં ચંદ્રાવતી ગામની એક પરણિત મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે ગતરોજ તેઓ પોતાના ઘરની બહાર કામ કરતા હતા. તે સમયે તેમના ગામાનો જીગર પ્રહલાદભાઈ પરમાર તેમની પાસે આવેલો અને તેને બાથે પડી સાડી ખેંચી હતી. અને મહિલા તેના નામનું મંગલસૂત્ર કેમ નથી પહેરતી કહીને ઈજ્જત લેવાનો પ્રયાસ કર્યો હતો. જેથી મહિલાએ ચીસાચીસ કરતાં પાડોશમાંથી મહિલાની માસી સાસુ અને દેરાણીએ આવી મહિલાને બચાવી હતી.

પાંચ વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

પરંતુ જીગર પ્રહલાદ પરમારે છરી કાઢી વીંઝોળતાં છરી મહિલાની માસી સાસુને વાગતાં તેને હાથમાંથી લોહી આવ્યું હતું. તે બાદ જીગર પરમારે હું હમણાં જ આવું છું તેમ કહીને ગયો હતો અને થોડીક વારમાં અન્ય ચાર વ્યક્તિઓને લઈને આવ્યો હતો. અને ત્રણેય મહિલાઓને લાકડીના ધોકા વડે માર માર્યો હતો. મહિલાને તથા તેની માસી સાસુને ઈજાઓ થતાં 108 એમ્બુલન્સ બોલાવી સારવાર અર્થે ખસેડ્યા હતા. અને સારવાર લીધા બાદ મહિલાએ સિદ્ધપુર પોલીસ મથકે પાંચ વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...