રાધનપુર તાલુકાના ગોઠવાડ ગામનો યુવક રાધનપુર ખાતે નવી પત્ની સાથે રહેતા પિતા પાસે તેની માતા સાથે જતાં ઉશ્કેરાયેલા પિતા,ભાઇ અને ભત્રીજાઅે ઘરમા પગ ન મુકવાનુ કહીને માર મારતા અા અંગે રાધનપુર પોલીસ મથકે ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી.
રાધનપુર તાલુકાના ગોઠવાડ ગામે રહેતા રવિભાઇ ગોવિંદભાઇ દેવીપુજક તેમની માતા અને બહેન સાથે દ્વારકા દર્શન કરીને ગુરૂવારે બપોરે ઘરે પરત અાવતા હતા તેઓ રાધનપુર ઉતરતા , બીજા લગ્ન કરી તેના સંતાન સાથે રાધનપુર રહેતા પિતા ગોવિંદભાઇ ધુડાભાઇ પાસે માતા સાથે જતાં તેઅોને અહીયા અાવવાનુ નહી અને ઘરમા પગ મુકશો નહી તેમ કહી ઉશ્કેરાઇ જઇને ગાળો બોલી પિતાએ લોખંડ ની પાઇપ જમણા પગના કાંડા ઉપર મારી ઇજાઅો કરી હતી જ્યારે ઓરમાન ભાઈ અશોકભાઇ અને ભત્રીજો સુનીલભાઈઅે ગડદાપાટુનો માર માર્યો હતો. અા અંગે રવિભાઈએ રાધનપુર પોલીસ મથકે પિતા ભાઇ અને ભત્રીજા સામે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.