તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાતનો પ્રયાસ:વ્યાજખોરોની ઊઘરાણીથી રાધનપુરના યુવાનને ફિનાઈલ પીધું, સારવાર હેઠળ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાધનપુરમાં રહેતા સુનીલ કુમાર પરસોતમભાઈ ગંગા વાણી (સિંધી ઠક્કર)નાં માતાને બીમારી હોઈ અને પૈસાની જરૂરિયાત ઊભી થતાં બે વર્ષ અગાઉ દશરથભાઈ હીરાભાઈ ચૌધરી અને મહેશભાઈ પરમાભાઇ ચૌધરી પાસેથી રૂપિયા બે લાખ દસ ટકાના વ્યાજે લીધા હતા. તેનું પ્રતિમાસ વીસ હજાર જેટલું વ્યાજ ચૂકવતા હતા.

જ્યાં આ બન્ને શખ્સો અવારનવાર અલગ અલગ નંબર ઉપરથી ફોન કરી પૈસા નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપતાં કંટાળી મંગળવારે ઘરમાં પડેલ ફિનાઈલ ગટગટાવી જતાં તબીયત લથડતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. આ અંગે દશરથભાઈ હીરાભાઈ ચૌધરી રહે. જારૂષા અને મહેશભાઈ પરમાભાઇ ચૌધરી રહે. વલપુરા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...