અકસ્માત:સિદ્ધપુર પાસે ટ્રેક્ટરની ટ્રોલી-બાઇક વચ્ચે અકસ્માતમાં હડમતીયાના યુવાનનું મોત

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં ઇજાગ્રસ્ત ગોડીયા યુવાન ધારપુર સિવિલ સારવાર હેઠળ

સિદ્ધપુર - પાલનપુર હાઇવે પર સિદ્ધપુર નજીક શુક્રવારે ટ્રેકટર ટ્રોલી-બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અા અકસ્માત બાઇક ચાલક હડમતીયા યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયું હતું. ઇજાગ્રસ્ત ધારપુર સીવીલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. અા બનાવીને સિદ્ધપુર પોલીસ મથકે ગુનો નોંધાવાની તજવીજ હાથ ધરી હતી.

સિદ્ધપુર શહેરના દેથળી ચાર રસ્તા હાઇવે પર આવેલ ભાઈકાકા સોસાયટી સામે શુક્રવારે બાઇક-ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાઇક ચાલક રમેશભાઇ ખેમાભાઇ પંચાલ (ઉ.વ.42) રહે.હડમતીયા તા.વડગામ તેની પાછળ બેઠેલા મનુભાઇ જવાનજી ઠાકોર રહે.ગોડીયા બેઠા હતા.

તેઓ બાઇક જીજે 08 સીઇ 536ના બાઇક ચાલકે અાગળ જઇ રહેલા ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાતાં અકસ્માત બાઇક સવાર બન્ને રોડ પટકાયા હતા ત્યારે બાઇક ચાલકને ગંભીર ઇજાઅોના કારણે ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયુ હતું. જ્યારે પાછળ બેઠેલા મનુભાઇને તાત્કાલિક સિદ્ધપુર સિવિલ બાદ વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. અા અકસ્માત દરમ્યાન ટ્રેકટર ચાલક ફરાર થઇ ગયો હતો અા અંગે મૃતક રમેશભાઇ ખેમાભાઇ પંચાલનુ ધારપુર સિવિલ ખાતે પીઅેમ કરવાની તજવીજ હાથ ધરી હતી. સિદ્ધપુર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...