તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પાટણ પાસે રોડ પર બાઈક સ્લીપ ખાતાં દુનાવાડાના યુવકનું મોત

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવાન તેની પત્નીને તેડવા સાસરીમાં જતો ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો

પાટણથી ખારીવાવડી જવાના રોડ ઉપર ફુલણીયા હનુમાન મંદિરના પાટિયા નજીક બાઈકચાલક સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા બાઇક રોડની સાઇડોમાં પડેલ માટીના ઢગલા ઉપર બાઇક સ્લીપ ખાતા નીચે રોડ ઉપર પટકાતા ગંભીર ઇજાઓથી દુનાવાડા યુવાનનું મોત થયું હતું. આ અંગે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

શનિવારના સાંજના આશરે સાડા પાંચેક વાગ્યે હારિજ તાલુકાના દુનાવાડા ગામે રહેતા ઠાકોર અરવિંદજી અજાજી ઉ.વ.26 બાઇક (જીજે 24 ડી 6709) લઈ પાટણ ખારીવાવડી જવાના રસ્તા ઉપર આવેલ ફુલણીયા હનુમાન મંદિર પાસે આવેલ પટેલ રસીકલાલ પાટણવાળાના બોર ઉપર તેની સાસરીમાં તેની પત્નિ અલ્કાબેનને તેળવા જવા નિકળ્યો હતો. ત્યારે સાડા સાતેક વાગ્યેથી સાડા આઠેક વાગ્યા દરમ્યાન અરવિંદજી પાટણથી ખારીવાવડી જવાના રોડ ઉપર ફુલણીયા હનુમાન મંદિરના પાટીયા નજીક તેમનાં મોટર સાઇકલ ઉપર સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા બાઇક રોડની સાઇડમાં પડેલ માટીના ઢગલા ઉપર બાઇક સ્લીપ ખાઇ જતા નીચે રોડ ઉપર પટકાતા નાકના ભાગે તથા જમણી આંખના ઉપરના ભાગે તથા કપાળના ભાગે તથા બરડાના ભાગે ઇજાઓ થઈ હતી. 108 દ્વારા ઈજાગ્રસ્તને સારવાર અર્થે પાટણ સિવિલમાં લાવતા ડોક્ટરે મૃત જાહેર કરેલ હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો