પાટણના બોરસણની સીમમાં રાત્રે રેલવે ટ્રેક ઉપર ટ્રેનની અડફેટે આવી ચડતા બોરસણના યુવાનનું મોત થયું હતું. આ અંગે પાટણ તાલુકા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો.
પાટણના નોરતા વાંટા ગામે રહેતા વનરાજ અરજણજી ઠાકોર તેમના માતા-પિતા પત્ની અને એક દીકરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને ખેત મજૂરી કરતા છેલ્લા ઘણા સમયથી તેમના મગજની સ્થિતિ તેઓ ગુમાવી ચૂક્યા હતા. ત્યારે તેઓ રાત્રે ઘરેથી નીકળી ગયા હતા. તે દરમિયાન બોરસણ ગામની સીમમાં રેલવે ટ્રેક ઉપર ટ્રેનની અડફેટે આવી ચડતા તેઓનું માથું અને હાથ પગના ટુકડા થઈ ગયા હતા. આ બનાવની જાણ પાટણ તાલુકા પોલીસને કરતા પોલીસે મૃતકના મૃતદેહનું પાટણ સિવિલમાં પીએમ કરાવી મૃતદેહને વાલી વારસોને સોંપ્યો હતો. આ અંગે મૃતકના પિતા અરજણજી જશવંતજી ઠાકોરે પાટણ તાલુકા પોલીસ મથકે અકસ્માતે મોત ગુનો નોંધાવ્યો હતો. તેની તપાસ અધિકારી પીઆઇ બીએફ ચૌધરી જણાવ્યું હતું કે મૃતક અસ્થિર મગજનો હોવાથી રેલવે અકસ્માત થયો છે કે આપઘાત એ હજુ સ્પષ્ટ કારણ જાણી શક્યા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.