તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તબાહી:પાટણમાં છત પડતાં યુવાન અને હારિજના દુનાવાડામાં પતરાં ઉડતાં મહિલા ગંભીર, સરીયદના ગોળીવાડામાં પતરાં ઉડ્યાં

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરસ્વતી તાલુકાના ગોળીવાડા ગામે મકાનનાં પતરાં ઉડતાં નુકસાન. - Divya Bhaskar
સરસ્વતી તાલુકાના ગોળીવાડા ગામે મકાનનાં પતરાં ઉડતાં નુકસાન.
  • જિલ્લામાં તોફાની વરસાદથી તબાહી મચી, ઠેર ઠેર નુકસાન

પાટણના મોતીસરા વિસ્તારમાં પીપલાગેટ પોલીસ ચોકી પાસે આવેલ દલશારામના ડેલામાં આવેલા જશીબેન કિશનભાઇ તુરીના મકાનની છત તૂટી પડતા યુવકને માથાનાં ભાગે ઈજા થઈ હતી. હારિજના દુનાવાડા ગામ ખાતે ગામ નજીક પોતાના ખેતરમાં મકાન બનાવી રહેતા પરમાર કેશાભાઈ હરિભાઈ ના બંને મકાનોના પતરા ઉડતાં તેમના પત્ની પરમાર જેબરબેન કેશાભાઈના માથા ઉપર એક પતરૂ ઊડીને પડતાં તેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. જેઓને સારવાર અર્થે જનતા હોસ્પિટલ પાટણ ખાતે લઈ જવામાં આવ્યા હતા.તેમના માથામાં 8 ટાંકા આવ્યા હતાં. સરસ્વતી તાલુકાના ગોળીવાડા ગામે દેસાઈ રમેશભાઈ લીલાભાઈના એક મકાનના 70 થી વધુ પતરા ઉડી જતા અનાજનો બગાડ થયો હતો.

પાટણ શહેરમાં વરસાદ થતાં મકાનની છત તુટી પડતાં એક યુવકને ઇજા થઇ હતી.
પાટણ શહેરમાં વરસાદ થતાં મકાનની છત તુટી પડતાં એક યુવકને ઇજા થઇ હતી.
અન્ય સમાચારો પણ છે...