યુવાન ગાયબ થયો:સોઢવ ગામનો યુવાન કમ્બોઈ મુખ્ય કેનાલમાં પડ્યો હોવાની આશંકા, શોધખોળ શરૂ

પાટણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ કરી પણ યુવાનનો મૃતદેહ મળ્યો નથી
  • કેનાલ બહાર બાઇક અને દીવાલ પર યુવાનનું પાકીટ મળી આવ્યુ

હારીજ તાલુકાના સોઢવ ગામનો 30 વર્ષીય યુવાન બુધવારે સવારે ઘરેથી ધંધાર્થે ગયા પછી રાત્રે પરત ઘરે આવ્યો ન હતો. જેમાં યુવાનના ભાઇ અને કુટુંબીજનોએ બીજા દિવસે શોધખોળ આદરતા તેનું બાઇક અને પાકીટ નર્મદા મુખ્ય કેનાલ પરથી મળી આવતા કેનાલમાં પડ્યો હોય તેવી આશંકા સાથે શોધખોળ આદરી છે.

રાબેતા મુજબ નોકરી કરી સાંજના 7 વાગે પરત ઘરે આવ્યો ન હતો
​​​​​સોઢવ ગામનાં અમરતભાઇ કલુભાઇ પરમાર 30 વર્ષના યુવાન છે. તે ચાણસ્મા ખાતે ફેબ્રીકેશનમાં વેલ્ડિંગ કામ કરતા હતા. જે બુધવારના રોજ સવારે પોતાનું બાઇક નંબર GJ24AD3385 લઇ ઘરેથી ચાણસ્મા ગયા હતા. ત્યાં રાબેતા મુજબ નોકરી કરી સાંજના 7 વાગે પરત ઘરે આવ્યો ન હતો. મોડી રાત્ર સુધી ઘરે નહીં આવતાં યુવાનની પત્ની અને તેનાં મોટાભાઇ ચિંતાતુર બન્યાં હતાં. અને સવારે ચાણસ્મા ફેબ્રીકેશન માલિકના ત્યાં તપાસ કરતા ત્યાંથી નોકરી કરી નીકળ્યો હોવાનું જાણવા મળ્યું હતુ.

કોઇએ કેનાલમાં પડતાં જોયો નથી

જેમાં કુટુંબીજનો સાથે તપાસ કરતા કમ્બોઈ કેનાલ પર મુખ્ય હાઇવેનાં સાઈડમાં તેનું બાઇક મળી આવ્યુ હતુ. અને તેની નજીકમાં કેનાલની દીવાલ પર પાકીટ મળી આવતા કેનાલમાં પડ્યો હોય તેવું લાગતા હારીજ પોલીસને જાણ કરી હતી. જેમાં પોલીસ તપાસ કરતા વિરમભાઇ દેસાઈએ જણાવ્યું હતુ કે કોઇએ કેનાલમાં પડતાં જોયો નથી. પણ સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ કરી પણ યુવાનનો મૃતદેહ મળ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...