તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતા મરી પરવારી:પાટણની બીડી હાઈસ્કૂલ નજીક નાનુ વાછરડુ ખેતરમાં ઘૂસી જતાં વાછરડા ઉપર તિક્ષ્ણ ભાલા વડે ઘાતકી હુમલો

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
વાછરડા પર ઘાતકી હુમલો - Divya Bhaskar
વાછરડા પર ઘાતકી હુમલો
 • વાછરડાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું
 • ઘટનાને લઈને ગૌરક્ષકોમાં ભારે રોષ

પાટણ શહેરમાં અવાર નવાર અસામાજિક તત્વો દ્વારા ગૌમાતા ઉપર હુમલાની ઘટનાઓ બનતી હોય છે. જેમાં ગૌમાતા ઉપર એસિડ ફેકવાના કરંટના શોક આપવાના તેમજ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાની ઘટનાઓ છાશવારે બનતી હોય છે. ત્યારે આજે પાટણ શહેરની બી.ડી.હાઇસ્કુલ નજીકના ખેતરમાં ગૌમાતાનું નાના વાછરડુ ઘુસી જતા ખેતરના માલિક દ્વારા આ વાછરડા ઉપર ઉપર તિક્ષ્ણ ભાલાના હથીયારો વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં વાછરડાના શરીરમાંથી લોહી વહયું હતું અને વાછરડાની અસહ્ય પીડાએ જોઈ અહીંથી પસાર થતા સરિયદ ગામના વાઘજી જોશી અને તેમના મિત્રો સ્થળ ઉપર દોડી ગયા હતા અને ત્યારબાદ વાછરડાને વાગેલો ભાલો કાઢવામાં આવ્યો હતો. ઘટનાની જાણ તાત્કાલિક ગૌશાળાની એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી અને વાછરડાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું.

ઘટનાને લઈને ગૌરક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાને લઇને સરીયદ ગામના વાઘજી જોશીએ ખેતર માલિક સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી અને જો ખેતર માલિક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. તો ગૌશાળાના દિનેશ જોશીએ જણાવ્યું હતું કે સરકાર ગૌચરની દબાણ કરેલી જમીન ખુલ્લી કરાવવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો