પાટણ કોલેજ રોડ પર આવેલ રેલ્વે અંડરબ્રીજ ઉપર ડોમ શેડ બનાવવામાં આવેલ છે. જે સારી બાબત છે, પરંતુ જયાર થી રેલ્વે દ્વારા અંડરબ્રીજ બનાવવામાં આવેલ છે ત્યારથી આ માગૅ પર અકસ્માતની સંભાવના સેવાઈ રહી છે ત્યારે આ સંભાવના ને દુર કરવા નોથૅ ગુજરાત એજયુકેશન સોસાયટી દ્વારા જિલ્લા કલેકટર ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
પાટણ કોલેજ રોડ પર રેલ્વે વિભાગ દ્વારા અંડરબ્રીજ બનાવ્યા બાદ અનેક સમસ્યાઓ ઉદભવવા પામી હતી જેમાં અંડર બ્રિજ માં પાણી ભરાવાનો પ્રશ્ન, અંડસ્બીજ ઉપર ડોમ શૅડ બનાવવાના પ્રશ્ન માટે લેખિતમાં જાણ કરવામાં આવતા રેલવે વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. ત્યાર બાદ રેલ્વે અંડરબીજમાં રોડનું કામકાજ ખૂબજ હલકી કક્ષાનું કરવામાં આવેલ હતુ, તેને દુરસ્ત કરવા માટે જાણ કરી, ત્યાર બાદ રોડને થીગડા મારી રીપેરીંગ કામ કરવામાં આવ્યુ છે કે હાલ જે તે પરિસ્થિતિમાં છે, અને હવે ડોમ બનાવ્યા પછી એક નવી ઉપાધિ અમારી જાણમાં આવી છે જેનું ધ્યાન દોરવું ખૂબજ અગત્યનું હોઈ આપને જાણ કરીએ છીએ કે રેલ્વે અંડરબ્રીજની ઉપર જે ડોમ બનાવવામાં આવ્યો છે તેની બહારની સાઈડની રેલીંગ ઉપર આજુ-બાજુની દુકાનવાળા ધંધાર્થી અને બિન અધિકૃત રહેતા લોકો દ્વારા વસ્તુ મુક્વામાં આવી રહી છે અને તેના પર કપડા સુકવવામાં આવી રહ્યા છે જેનાથી નીચેથી વાહન લઈને જનારા ઉપર પડવાથી કોઈ દિવસ મોટી દુર્ઘટના થવાની સંભાવના રહેલી છે.
વધુમાં રેલ્વે અંડરબ્રીજની સાઈડની દિવાલ ઉપર (સરકારી વસાહત જવાના માર્ગ અને જજ ના બંગલા વચ્ચે) કૉલેજ અને શાળાના છોકરાઓ બેસી રહે છે અને આવન-જાવન કરતી છોકરીઓની ઠઠ્ઠા મશ્કરી કરવામાં આવી રહી છે અને મજાક મસ્તીમાં ઉપરથી વસ્તુઓ પણ અંડરબ્રીજની અંદર નાખવામાં આવે છે જેનાથી નીચેથી વાહન લઈને જનારા ઉપર પડવાથી કોઈ દિવસ મોટી દુર્ઘટના થવાની સંભાવના રહેલી છે, તેમજ અંડરબ્રીજની અંદર લાઈટની વ્યવસ્થા પણ કરવામાં આવેલ નથી, જેથી કોલેજ હોસ્ટેલમાં રહેતા ભાઇ-બહેનો કે રાહદારીને જવા-આવવામાં ખૂબજ તક્લીફ પડે છે.તો આ બાબતની ગંભીરતા સમજી સત્વરે ચોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત નોથૅ ગુજરાત એજયુકેશન સોસાયટી દ્વારા કલેકટરને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.