વર્કશોપ:પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં મિકેનિકલ ટેકનોલોજી પર વર્કશોપ યોજાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા પાટણમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે. રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં આજે 12 નવેમ્બર 2022ના રોજ મિકેનિકલ ટેકનોલોજી પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ.સુમિત શાસ્ત્રીએ વિજ્ઞાન અને ટેક્નોલોજીને લોકપ્રિય બનાવવામાં સાયન્સ સેન્ટરની ભૂમિકા વિશે સમજાવ્યું અને આ સાયન્સ સેન્ટરની વિવિધ ગેલેરીઓના પ્રદર્શન વિશે ટૂંકમાં માહિતી આપી હતી.

ત્યારબાદ, સાયન્સ સેન્ટરના નિષ્ણાત ગાઈડ ઘ્વારા ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી સ્થાપિત ઇનોવેશન ક્લબ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે બેઝિક મિકેનિકલ કીટ દ્વારા મિકેનિકલ ટેક્નોલોજીનું નિદર્શન કરવામાં આવ્યું હતું, યુવા વિદ્યાર્થીઓએ હાઇડ્રોલિક સિસ્ટમ, પુલી સિસ્ટમ, લોડ બેરિંગ, લોડ શેરિંગ વગેરેની કામગીરી “કામ કરીને શીખો” (learning by doing) ના સિદ્ધાંતના આધારે શીખ્યા. ત્યારબાદ આવેલ વિદ્યાર્થીઓએ રિજિયોનલ સાયન્સ સેન્ટરની વિવિધ પ્રકારની ગેલેરીઓની મુલાકાત કરી અને 5-ડી થિયેટર તથા વર્ચુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી ખુબજ આનંદિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...