વર્કશોપ:પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ક્લાઈમેટ ચેન્જ વિષય પર વર્કશોપ યોજાયો

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા પાટણમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે.

રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં આજે 22 નવેમ્બર 2022ના રોજ કલાઇમેટ ચેન્જ (આબોહવા પરિવર્તન) વિશે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 400થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ વર્કશોપનું ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને શિક્ષાંકોને ટકાઉ વિકાસ માટે કલાઇમેટ ચેન્જ વિશે જાગૃત કરવાનું હતો. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ આવેલ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે આવા સળગતા મુદ્દા સમયની જરૂરિયાત છે. ત્યારબાદ, નિષ્ણાત ગાઈડ દ્વારા આબોહવા પરિવર્તનના કારણ અને પ્રભાવનું ઊંડાણપૂર્વક નિદર્શન ઇન્ટરેક્ટિવ મોડેલ ઘ્વારા કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ આવેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રિજિયોનલ સાયન્સ સેન્ટરની વિવિધ પ્રકારની ગેલેરીઓની મુલાકાત કરી અને 5-ડી થિયેટર તથા વર્ચુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી ખુબજ આનંદિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...