તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ફિનાઈલ પીધા બાદ સ્વસ્થ થતાં કોઈટા ગામે પુત્રને લેવા ગયેલી મહિલાને માર મરાયો

પાટણ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • સાસરીયાનાં ત્રાસથી મહિલાએ 24 માર્ચે ફિનાઈલ પીધું હતું
 • વાગડોદ પોલીસે પતિ સહિત જેઠ જેઠાણી સાસુ સામે ફરિયાદ નોંધી

સરસ્વતી તાલુકાના કોઇટા ગામે રહેતી પરણીત મહિલાએ સાસરિયાના ત્રાસથી ફિનાઈલ પી લીધું હતું. જેને સારવાર બાદ રજા આપતા તેણી ચાર વર્ષીય દીકરાને લેવા સાસરીમાં જતાં પતિ, સાસુ, જેઠ જેઠાણીએ ગડદા પાટુ અને લાકડી વડે માર મારી ઈજાઓ પહોંચાડતા ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી હતી.

આ અંગે પરણીતાએ વાગડોદ પોલીસ મથકે પતિ સહિત સાસરીયાં સામે ફરિયાદ નોંધાવી હતી. કોઇટા ગામે રહેતી ફિરદોસબેન અલ્તાફભાઈ મુમને સાસરીયાથી ત્રાસી 24/03/2021ના રોજ ફિનાઈલ ગટગટાવી ગઈ હતી .તેની હાલત લથડતા તાત્કાલિક ધારપુર હોસ્પિટલમાં દાખલ કરી હતી તેને સારવાર બાદ મંગળવારે બપોરે રજા આપતા સખી વન સ્ટોપમાં રોકાઈ હતી, ત્યાંથી તેની સાસરીમાં તેના ચાર વર્ષીય પુત્રને લેવા જતાં પતિએ ઉશ્કેરાઇ જઇ લાકડી અને સાસુ જેઠ જેઠાણીએ ગડદાપાટુનો માર માર્યો હતો ત્યારે આજુ બાજુમાંથી લોકોએ દોડી આવી વધુ મારમાંથી છોડાવી હતી.

આ અંગે મહિલાએ વાગડોદ પોલીસ મથકે પતિ અલ્તાફભાઈ યુનુસભાઇ મુમન, ખેરુનબેન યુનુસભાઇ મુમન, મુસ્તાકભાઈ યુનુસભાઇ મુમન, અફિરાબેન મુસ્તાકભાઈ મુમન સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો