ધોળા દિવસે ચોરી:મહેંદી મૂકાવવા આવેલી મહિલા ઘરમાંથી સોના ચાંદીના રૂ.3,70 લાખની ચોરી ગઈ

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાટણ શહેરના લાલેશ્વર પાર્ક સોસાયટીમાં ધોળા દિવસે ચોરી
  • યુવતીને મહેંદીનો કોન લેવા અને ભાભીને બહાર મોકલી તીજોરી સાફ કરી ગઈ

પાટણ શહેરના લાલેશ્વર પાર્ક સોસાયટીમાં મહેંદી મૂકવાનો વ્યવસાય કરતી યુવતીના ઘરે બુધવારે બપોરે મહેંદી મૂકાવવા ગ્રાહક બનીને આવેલી મહિલાએ મહેંદીનો કોન લેવા યુવતીને બહાર મોકલી મહિલા ઘરમાંથી તિજોરીમાંથી રૂ.3.70 લાખના સોના ચાંદીના દાગીના લઈ રફુચક્કર થઈ જતાં યુવતીએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.પાટણ શહેરના લાલેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતી ચેતનાબેન પુજાજી ઠાકોર કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને સાથે સાથે ઘરે મહેંદી મૂકવાની કામગીરી પણ કરે છે.

બુધવારે બપોરે મહેંદી મૂકાવવા આવેલી 30થી 35 વર્ષીય મહિલાએ ચેતનાબેનને મહેંદીનો કોન લેવા બહાર બજારમાં મોકલ્યા પછી તેના ભાભીને મુખવાસની પડીકી લેવા ઘરની બહાર મોકલી ઘરમાં તિજોરીમાંથી સોના- ચાંદીના દાગીના કિંમત રૂ.3,70,000ની ચોરી કરી ભાગી ગઈ હતી. આ અંગે ચેતનાબેને પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણી મહિલા સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી તેની તપાસ કરતા પીઆઇ એ.સી.પરમારે જણાવ્યું હતું કે હાલમાં સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...