તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મહેસાણાનાં મહિલા વકીલ પાસે રૂ. 10 લાખ દહેજ માંગી કાઢી મૂકી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહિલાએ કાકાશી પોલીસ મથકે છ સામે ફરિયાદ નોંધાવી
  • ડીંડરોલની યુવતીએ મહેસાણાના યુવાન સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં

મહેસાણાની રામોસણા ચોકડી રહેતા પ્રેમ લગ્ન કરેલ પરિણીતાને દહેજમાં રૂ. 10 લાખ લઈ આવવા શારીરિક માનસિક ત્રાસ આપી કાઢી મુકતા મહિલાએ છ સભ્યો વિરુદ્ધ કાકોશી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સિદ્ધપુર તાલુકાના ડીંડરોલ ગામના કૈલાશબેન પથુજી બાબુજી ચૌહાણ (વકીલ)એ પ્રેમ લગ્ન કરેલા હતાં. અને પતિ સાથે મહેસાણાના રામોસણા ચોકડી નજીક વૃંદાવન સોસાયટીમાં રહેતા હતા.

જેમાં રાજપુત અર્જુનસિંહ કનૈયાલાલ, કનૈયાલાલ રાજપુત, સીતાબેન કનૈયાલાલ, ભારતીબેન કનૈયાલાલ, આરતીબેન કનૈયાલાલ અને સાક્ષીબેન કનૈયાલાલ વગેરેએ લવ મેરેજ કરીને આવેલ છે અને દહેજમાં કઈ લાવેલી નથી અમારે નવું મકાન લેવું છે તેથી રૂપિયા 10 લાખ તારા પિતાના ઘરેથી લઈ આવ તેમ કહી પૈસા લીધા વગર આવશે તો દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મુકતાં કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...