ઠગાઇ:પાટણની મહિલાને સુરતમાં બિલ્ડરે 32 લાખ લઈ દુકાન ન આપી છેતરી

પાટણ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ બી ડિવિઝન પોલીસ મથકે બિલ્ડર સામે ફરિયાદ નોંધાવી

પાટણની મહિલાને 2011 વર્ષમાં સુરતમાં ચાર દુકાનોમાં રોકાણમાં રૂ. 32 લાખ લઇને 2021 સુધી દુકાનો ન આપીને બિલ્ડરે છેતરપિંડી આચરી હતી આ અંગે મહિલાએ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે બિલ્ડર સામે ફરિયાદ નોંધાવી હતી.

પાટણ શહેરના રાજવંશી બંગ્લોઝ ખાતે રહેતા ભગવતીબેન રમેશચંદ્ર દરજીના નાના દિકરાના મિત્ર જયેન્દ્ર જયંતીલાલ પટેલ રહે.704 સિધ્ધ- વિનાયક પેરેડાઇઝ ગંગેશ્વર મહાદેવ રોડ, અડાજણ સુરત તારીખ 09/01/2011 થી તા.21/11/2021 નારોજ વિશ્વાસઘાત લઇને સુરત પાલ વિસ્તારમાં ટીપી સ્કિમ નંબર 14 પ્લોટ નંબર 286માં મીના બજાર નામની કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ચાર દુકાનોના કુલ રૂ.3110000 લઇને રોકાણ કરેલ રકમ પરત નહિ આપી તેમની સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરી હોવાની ભગવતીબેને પાટણ પોલીસ મથકે પટેલ જયેન્દ્રભાઇ જયંતીલાલ રહે. સુરત સામે ફરિયાદ નોંધાવી હતી. તપાસ અધિકારી પીઆઇ એસ.એ ગોહીલ જણાવ્યુ હતુ કે પૈસા લેતી દેતી પાટણ ખાતે થઇ હોવાથી પાટણ પોલીસ મથકે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...