અકસ્માત:રોડ ક્રોસ કરતાં કાર ચાલકે અડફેટે લેતાં લાલપુરની મહિલાને મોત

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધપુર હાઇવે પર IOCથી આગળ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત

સિદ્ધપુર હાઇવે પર આઇ.ઓ.સી.થી આગળ બસ સ્ટેન્ડ પાસે આઈ ટ્વેન્ટી કારના ચાલકે રોડ ક્રોસ કરતાં લાલપુર ગામની મહિલાને અડફેટે લેતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ હતું. આ અંગે સિદ્ધપુર પોલીસ મથકે આઇ ટવેન્ટી ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

સિદ્ધપુર તાલુકાના લાલપુર ગામ આંબેડકર નગરમાં રહેતાં ગૌરીબેન રમેશભાઇ પરમાર કચરો લઈ રોડ ક્રોસ કરી રહ્યા હતા તે વખતે આઈ ટ્વેન્ટી ગાડી તેમને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થવા પામી હતી ઘટનાસ્થળે જ તેમનું કમકમાટી ભર્યુ મોત થયું હતું.આ અંગે સિદ્ધપુર પોલીસ મથકે લતેશકુમાર પરમારે આઇ ટવેન્ટી ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. તેવું તપાસ અધિકારી પી.એસ.આઇ ડિ.વી ખરાડી એ જણાવ્યું હતું. આ ઘટનાને પગલે ગામમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...