તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ચિત્રોડીપુરાની મહિલાને સિદ્ધપુરનાં સાસુંએ ચોટલી પકડી માર માર્યો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ સિદ્ધપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી
  • પતિએ દહેજમાં રૂ. 1 લાખ માંગતાં મામલો બિચક્યો

સિદ્ધપુરની દિકરીનાં વિસનગરના ચિત્રોડીપુરા ગામના સાસરીયા દ્વારા દહેજની માંગણી કરીને સાસુ સસરા અને પતિઅે મારઝૂડ કરીને ઇજાઅો પહોચાડતાં સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. વિસનગર તાલુકાના ચિત્રોડીપુરા ગામે રહેતી શીતલબેન મુકેશજી ઠાકોરનાં લગ્ન જીવન દરમ્યાન તેના પતિ મુકેશજી ઠાકોર તેમજ સાસુ-સસરા સાથે રહેતા હતા પણ સાસુ-સસરાઅે ચઢામણી કરતાં પતિઅે બુધવારે બપોરે શીતબેનને મારઝુડ કરીને દહેજ પેટે રૂ. 1 લાખ માગ્યા હતા. અા મામલે બોલાચાલી થતાં સાસુઅે વહુને ચોટલો ખેંચી મારઝુડ કરી હતી.

અા અંગે પરણિતાઅે તેના પિયર સિધ્ધપુર આવીને પોલીસ મથકે ઠાકોર મુકેશજી કંથડજી, ઠાકોર કંથડજી ગણેશજી અને ઠાકોર કાન્તાબેન કંથડજી સામે ફરિયાદ નોંધાવી હતી. સિદ્ધપુર પોલીસે મહિલાનું નિવેદન લઈ પતિ, સાસુ સહિત સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...