પાટણ શહેરમા રખડતાં ઢોરોની સમસ્યા દૂર કરવામાં પાલિકા તંત્ર સરેઆમ નિષ્ફળ નિવડ્યું હોય તેવી જોવા મળી રહ્યું છે. શહેરના મુખ્ય બજાર માર્ગો પર અવાર નવાર રખડતાં ઢોરો જોવા મળી રહ્યા છે. તેમજ આખલાઓ વચ્ચે યુદ્ધ જામતું હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કયારેક આવા રખડતાં ઢોરોના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ભોગ બનતા હોય છે. છતાં પાલિકા સતાધીશો દ્વારા રખડતાં ઢોરોની સમસ્યા દૂર કરવા કોઈ નક્કર કામગીરી હાથ નહી ધરતા શહેરીજનોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
પાટણ શહેરના ધમધમતાં વિસ્તાર એવા બગવાડા દરવાજા નજીક બે રખડતાં આખલાઓ વચ્ચે યુદ્ધ જામતાં વિસ્તારમાં અફડાતફડી મચી હતી. માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકો સહિત રાહદારીઓમા પણ ભય ફેલાયો હતો. ભરબજારે 15 મિનિટથી વધુ ચાલેલા આખલાઓનાં યુદ્ધને ખતમ કરવા વિસ્તારના વેપારીઓ દ્વારા પાણીના છંટકાવ સાથે લાકડી, ધોકા પછાડતા આખરે ભારે જહેમત બાદ આ આખલાઓનાં યુદ્ધને શાંત કરવામાં સફળતા મળી હતી. જેથી લોકોએ હાસકારો અનુભવ્યો હતો. પાટણ નગર પાલિકાના સતાધીશો દ્વારા આ મામલે યોગ્ય નિરાકરણ લાવવા નક્કર આયોજન સાથે કામગીરી હાથ ધરે તેવી લોક માગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.