અવસર કેમ્પેઇન:પાટણ જિલ્લાની તારાબેન ગર્લ્સ સ્કૂલ ખાતે દિવ્યાંગો માટે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય ચૂંટણી પંચ દ્વારા તારીખ 3.11.2022 ના રોજ ચૂંટણી જાહેર કર્યા બાદ રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.પાટણ જિલ્લામાં જ્યારે તારીખ 5.12.2022 ના રોજ બીજા તબક્કામાં મતદાન થશે ત્યારે મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કામે લાગ્યું છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવી રહ્યો છે. આ પ્રચાર-પ્રસારના ભાગરૂપે આજરોજ અવસર કેમ્પેઇન અંતર્ગત પાટણ જિલ્લાની તારાબેન ગર્લ્સ સ્કૂલ ખાતે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો.

અવસર કેમ્પેઇનની ટેગ લાઈન છે, "અવસર લોકશાહીનો" તે સાચા અર્થમાં લોકશાહીનો અવસર બની રહે અને નિર્ભીક તેમજ પારદર્શક વાતાવરણ વચ્ચે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ છે. આજરોજ પાટણ જિલ્લામાં અવસર કેમ્પેઇન અંતર્ગત અષ્ટાવર્ક વિકલાંગ ટ્રસ્ટના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની તારાબેન ગર્લ્સ સ્કૂલ ખાતે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. અહીં કુલ 90-100 જેટલા શારિરીક રીતે અસક્ષમ લોકોને મતદાનનું શું મહત્વ છે તે વિશે સમજણ આપવામાં આવી હતી. તેમજ સેલ્ફી પોઇન્ટ પણ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં દિવ્યાંગોએ ફોટોગ્રાફ પણ લીધા હતા.

આજરોજ આયોજીત મતદાન જાગૃતિના કાર્યક્રમમાં દિવ્યાંગોએ મતદાન કરવા માટેના શપથ પણ લીધા હતા. તેમજ તેઓના મતદાન અંગેના તમામ પ્રશ્નોનું નિરાકરણ પણ લાવવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં ભવાઈ દ્વારા મતદાન અંગેની ભલામણ પણ કરવામાં આવી હતી. ભવાઈના કલાકારો દ્વારા ઉપસ્થિત દિવ્યાંગોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

અવસર કેમ્પેઇન અંતર્ગત મતદારોને જાગૃત કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રીતસિંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ સતત નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ માર્ગદર્શન કરી રહ્યા છે. તેમજ નાયબ કલેક્ટર અને નોડલ ઓફિસર સંજય ચૌધરી, જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ કલ્યાણ દિવ્યાંકા જાની, સમાજ સુરક્ષા અધિકારી પ્રભુભાઈ ચૌધરી, બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિ, PWD આઈકન તરીકે કિર્તીકુમાર પટેલ અને જે તે વિધાનસભા સીટના ચૂંટણી અધિકારીઓનો સ્ટાફ પણ મતદાન જાગૃતિ માટે કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...