સરાહનીય સેવા:ખારીઘારીયાલમાં ઉત્તરાયણ બાદ રસ્તા પર પડેલા દોરા એકત્ર કરવાની અનોખી પહેલ

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકો અને પક્ષીઓના પગમાં ના ફસાય તે માટે દોરા એકત્ર કરાયા

ચાણસ્મા તાલુકામાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા અનેક લોકો દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.ત્યારે પાટણ જિલ્લા ના ચાણસ્મા તાલુકા ના ખારીધારીયાલ ગામે છેલ્લા ત્રણ વર્ષથી ઉતરાયણ પર્વ પુર્ણ થયા બાદ ખારીધારીયાલના પ્રજાપતિ રમેશભાઈ રાવતાજી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલા અને પટેલ હર્ષદભાઇ ભગવાનદાસ ખેતી સાથે સંકળાયેલા દ્વારા ગામના શેરી, મહોલ્લામાં,જાહેર રસ્તા ઉપર ફરીને ઉતરાણ પર્વ દરમિયાન ગુંચવાયેલા ફેંકી દેવામાં આવેલા દોરા એકત્ર કરી પક્ષીઓના કે લોકોના પગમાં ના આવે અને તેના કારણે કોઇ પણને અકસ્માત ના થાય તેવી લાગણી સાથે દોરા એકત્ર કરવાનું કામ કરી રહ્યા છે.

છેલ્લા ત્રણ વર્ષથી બંને જણ દ્વારા ઉતરાયણ પર્વ પુર્ણ થયા બાદ ગામના શેરી, મહોલ્લા,જાહેર રસ્તા ઉપર ફરીને 8 કિલો કરતાં વધુ દોરા એકત્ર કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. બંનેની આ નિસ્વાર્થ સેવાના કારણે અનેક અબોલજીવોના કારણે અમે સુખી છીએ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.અને દોરી રાત્રે સળગાવી દીધી હતી.અને કાલે વાસી ઉતરાયણ બાદ આખા ગામમાં ફરીને દોરાને એકત્ર કરીને રાત્રે સળગાવી દઇશું તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...