શિક્ષકો માટે સેમિનાર:પાટણની રિજીયોનલ સાયન્સ સેન્ટરમાં આબોહવા પરિવર્તન વિશે બે દિવસીય તાલીમ શિબિર સંપન્ન

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા પાટણમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે. રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ, કલાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ, જેડા (ગાંધીનગર) અને ગુજકોસ્ટ (ગાંધીનગર) ના સંયુક્ત ઉપક્રમે આજે 20 ઓક્ટોબર 2022ના રોજ આબોહવા પરિવર્તન વિષય પર શિક્ષકો માટે બે દિવસીય તાલીમ શિબિર સફળતાપૂર્વક પૂર્ણ થઇ હતી. જેમાં પાટણ, મેહસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની જુદી જુદી શાળાઓ માંથી આવેલ 175 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શિક્ષકોને ટકાઉ વિકાસ માટે કલાઇમેટ ચેન્જ વિશે જાગૃત કરવાનું હતો જેથી શાળાના બાળકો પણ આબોહવા પરિવર્તનથી વાકિફ થાય. આજે સવારે સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રી દ્વારા ક્લાઈમેટ ચેન્જના કારણો અને અસરો પર ઇન્ટરેક્ટિવ સેશન લેવામાં આવ્યા હતા.

આવા સળગતા મુદ્દાને સામાન્ય ભાષામાં જાણવી એ રાજ્યના વિજ્ઞાન શિક્ષકો પર ફળદાયી અસર કરવા માટે સમયની જરૂરિયાત છે. જે તેમના સત્રમાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, ડૉ. નરોત્તમ સાહૂ, સલાહકાર અને સભ્ય સચિવ, ગુજકોસ્ટ ક્લાસરૂમમાં ક્લાઈમેટ ચેન્જ કેવી રીતે લાવવું તેના પર એક ઇન્ટરેક્ટિવ સત્ર આપ્યું. તેમણે વિદ્યાર્થીઓને આબોહવા પરિવર્તનની જાગરૂકતાનો પરિચય કરાવવા માટે શાળાના શિક્ષકો તેમની મહત્વની ભૂમિકા કેવી રીતે પ્રદાન કરે છે તેના પર ભાર મૂક્યો હતો.

ત્યારબાદ, ગુજકોસ્ટના સાયન્ટિફિક ઓફિસર પાવિત શાહ દ્વારા ઇન્ટરેક્ટિવ સત્રમાં દર્શાવવામાં આવ્યું કે કેવી રીતે સૌર ઉર્જા ટેકનોલોજી વિશ્વ પર આબોહવા પરિવર્તનની ખરાબ અસરોને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે પછી સહભાગીઓના પ્રતિસાદ સાથે વિદાય સત્ર યોજાયું.

અન્ય સમાચારો પણ છે...