ધાર્મિક કાર્યક્રમ:સિદ્ધપુરના કોટ ગામે રામજી મંદિરનો બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો પાટણ અને મહેસાણા જિલ્લાના હીન્દુ અને મુસ્લીમ સમાજના તમામ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

પાટણ જિલ્લાના સિદ્ધપુરના કોટ ગામે રામજી મંદીરનો પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ મહોત્સવ યોજાયો હતો. આચાર્ય લાલાભાઈ સહિત સાથી બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે રામજી મંદિરમાં બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયુ હતું.

આ કાર્યક્રમમાં ગ્રામજનો તથા પાટણ અને મહેસાણા જિલ્લાના હીન્દુ અને મુસ્લીમ સમાજના તમામ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રામજી મંદીરમાં રામ ભક્ત નિવાસમાં રૂપિયા એકાવન હજાર દાન આપનારા ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જુગાજી ભગત, અભિજીતસિહ બારડ, કીર્તીસિહ ઝાલા, રામજીભાઈ તરેટી, સિદ્ધપુર પિ આઈ ગોસાઈ, ડો પ્રિતેશભાઈ મેળોજ, એલ બી આરના મેનેજર, ફીનાલ કંપનીના મેનેજર, શંકરજી રુની, જી પી ઝાલા, ઈશ્વરજી ઠાકોર, વિક્રમસિહ દેથળી, આર કે ઠાકોર કાકોશી ઈબ્રાહીમભાઈ ચારોલીયા, દશરથલાલ પટેલ ઉપપ્રમુખ, પુર્વ પ્રમુખ પ્રકાશભાઈ, જીબાજી ઠાકોર સેહેસા, અંતરબા ગાંગલાસણા, સહીતનાઓએ ઉપસ્થિત લઈ ભગવાન રામના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...