ઉત્સાહભેર ઉજવણી:પાટણના ખીમિયાણા ગામે બે દિવસીય આઈ શ્રી ખોડીયાર માતાજીનો ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણના ખીમિયાણા ગામે બે દિવસ આઈ શ્રી ખોડીયાર માતા ફોટો પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યજમાનના ઘરેથી શોભાયાત્રા નીકળી હતી. ડીજે લાઈવ ગરબાની સાથે આ શોભાયાત્રાની અંદર વેશભૂષા તેમજ ગામની 500 જેટલી બાળાઓએ માથા ઉપર ઘડા ઉપર ઝવેરા લઈ એક જ સાડીમાં ભાગ લીધો હતો. ગામના યુવાનોએ પણ એક જ કલરનો કુર્તો પહેરીને શોભાયાત્રામાં ઉમળકાભેર જોડાયા હતા.

4 હજાર લોકોએ શોભાયાત્રામાં ભાગ લીધો
શોભાયાત્રા રામજી મંદિરથી શીતળા માતા મંદિર, વેરાઈ માતા મંદિર, જોગણી માતા મંદિર અને દુધેશ્વર મહાદેવ દાદાના મંદિર થઈ ખોડીયાર માતાના મંદિરે પહોંચી હતી. જેમાં 4 હજાર જેટલાં લોકો એ શોભાયાત્રામાં ભાગ લીધો હતો. રાત્રે ગાયક સાગર પટેલ પાઘડી ગ્રુપ દ્વારા રાસ ગરબાનો ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમ ગામના તળાવની પાસે કરવામાં આવ્યો હતો. તળાવ ગામના યુવાનો અને ગ્રામજનોએ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સાફ કરી સમગ્ર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

તમામ જ્ઞાતિના બંધુઓએ ખોડીયાર માતાજીનો પ્રસાદ લીધો
બીજે દિવસે પંચકુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ. 12 વાગ્યેને 39 મિનિટે વિજયમુહૂર્તમાં ખોડીયાર માતાજીની ફોટો પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેમજ ધ્વજારોહણ અને ધ્વજદંડ આરોપણ કરવામાં આવ્યું હતું. યજ્ઞની સમાપ્તિ પછી સમગ્ર ગામના ગ્રામજનોને વસુદેવ કુટુંબકમની ભાવના સાથે તમામ જ્ઞાતિના બંધુઓએ ખોડીયાર માતાજીનો પ્રસાદ લીધો હતો.

વિવિધ અગ્રણીઓ હાજર રહ્યા
ખોડીયાર માતાજીના મહોત્સવમાં ગામની દરેક દીકરીઓને નિમંત્રણ આપવામાં આવ્યું હતું અને ભેટ આપવામાં આવી હતી. આ બે દિવસના કાર્યક્રમમાં રાજકીય આગેવાનોમાં ડોક્ટર કિરીટ પટેલ, કે.સી પટેલ, રણછોડ રબારી, લાલેસ ઠક્કર, જિલ્લા ડેલીકેટ સંદીપ પટેલ અને તાલુકા ડેલીકેટ સોહન પટેલ વગેરે અગ્રણીજનો હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં ગ્રામજનોનો સાથ-સહકાર મળ્યો
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગામના યુવાન મિત્રોએ કર્યું હતું. જેમને સમગ્ર ગ્રામજનોનો સાથ-સહકાર મળ્યો હતો. બે દિવસના કાર્યક્રમમાં ખોડીયાર માતાની અસીમ કૃપા દરેક ગ્રામજનો ઉપર રહી હતી.

અન્ય સમાચારો પણ છે...